વાપી મહાનગરપાલિકા ધ્વારા GST ભવનથી દક્ષિણ તરફ મોજે-નામધાની હદ સુધી કસ્ટમ ફ્રન્ટીયર રોડથી પશ્ચિમે આવેલ વિસ્તારમાં નગર રચના યોજના- ૧(વાપી) બનાવી સરકારશ્રીમાં મંજૂરી।

Views: 185
0 0

Read Time:2 Minute, 7 Second

વાપી મહાનગરપાલિકા ધ્વારા GST ભવનથી દક્ષિણ તરફ મોજે-નામધાની હદ સુધી કસ્ટમ ફ્રન્ટીયર રોડથી પશ્ચિમે આવેલ વિસ્તારમાં નગર રચના યોજના- ૧(વાપી) બનાવી સરકારશ્રીમાં મંજૂરી અર્થે દરખાસ્ત કરેલ. જે નગર રચના યોજના-૧ (વાપી) ૧૨૫.૯૫ હેકટર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. સદરહુ મુસદ્દારૂપ નગર રચના યોજના-૧ (વાપી) ની દરખાસ્તને સરકારશ્રી ધ્વારા તા.૧૯-૪-૨૦૨૫ ના નોટીફીકેશનથી સૂચનો સાથે મંજૂર કરેલ છે. તથા સદરહુ મુસદ્દારૂપ નગર રચના યોજનાને આખરી કરવા માટે અધિનિયમની જોગવાઈ મુજબ નગર નિયોજકશ્રી વલસાડની નગર રચના અધિકારી તરીકે હોદ્દાની રૂઇએ નિમણૂક કરેલ છે.

 

આમ વાપી શહેરની પ્રથમ નગર રચના યોજના-૧ મંજૂર થયેલ છે. જેથી ભવિષ્યમાં આ વિસ્તારમાં સુનિયોજીત વિકાસ થશે. જેમાં અંદરના પણ દરેક પ્લોટને રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે. તથા સૂચિત યોજનામાં રસ્તાના કબ્જા મળ્યેથી પાણી, ડ્રેનેજ, વીજળી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં મહાનગરપાલિકાને ગાર્ડન તથા એફોર્ડેબલ હાઉસીંગ માટેના રીઝર્વ પ્લોટ પ્રાપ્ત થશે. જેથી ભવિષ્યમાં ઘર વિહોણા માટે વાજબી કિંમતે ઘરો પ્રાપ્ત થઈ શકશે. તથા આનંદ પ્રમોદની સુવિધાઓ અને હોસ્પિટલ, લાયબ્રેરી જેવી સુવિધાઓ પૂરી પાડી શકાશે.

 

વધુમાં વાપી મહાનગરપાલિકા ધ્વારા ડુંગરા વિસ્તારમાં બીજી ત્રણ નગર રચના યોજના બનાવવા માટેની કાર્યવાહી ચાલુ છે. જે યોજનાઓ પણ ચાલુ વર્ષે તૈયાર થાય તે માટે જરૂરી કાર્યવાહી ચાલી રહેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like