આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજિસ,વાપી દ્વારા “માનવતા માટે યોગ” ની થીમ સાથે ૨૧ મી જૂન ૨૦૨૨ ના રોજ ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી….

Views: 433
2 0

Read Time:3 Minute, 7 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજિસ,વાપી દ્વારા “માનવતા માટે યોગ” ની થીમ સાથે ૨૧ મી જૂન ૨૦૨૨ ના રોજ ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી…. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કોલેજિસ,વાપી દ્વારા “માનવતા માટે યોગ” ની થીમ સાથે ૨૧ મી જૂન ૨૦૨૨ ના રોજ ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસ્તુત કાર્યક્રમની શરૂઆત ઓમકાર તથા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રા.ડૉ.વૈશાલી દેસાઈએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા UN માં યોગ દિવસની ઉજવણી કરવા માટેના ઠરાવ પાસ કરવા અંગેના તેમના વિચારો અને દિન વિશેષ અંગે તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા. સંસ્થાના ઈનચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ.શિતલ ગાંધી સર દ્વારા વિદ્યાર્થિઓને વિશ્વ યોગ દિવસ વિષે પોતાના મંતવ્યો આપ્યા હતા.ત્યાર બાદ યોગાભ્યાસ માટે કાર્યક્રમમાં બધી જ શાખાના આચાર્ય- ઈનચાર્જ આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો અને વિધાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ફિઝિકલ એજ્યુકેશનના પ્રા.પ્રફુલભાઈ પટેલ અને ડૉ.વૈશાલી દેસાઈ દ્વારા યોગાસનો અને સૂર્યનમસ્કાર વિવિધ શ્લોકો દ્વારા તેમજ સર્વનું અનન્ય મહત્વ સમજાવતા વિશિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ડૉ.ગુંજન વશી દ્વારા અલગ અલગ પ્રાણાયમ અને ધ્યાન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા ઓનલાઇન ક્વિઝ સ્પર્ધાને પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ખુલ્લી કરવામાં આવી હતી જેથી વિવિધ બી.એડ.કૉલેજના તાલીમાર્થીઓ અમાં જોડાઈ શકે અને ઑનલાઇન સર્ટિફિકેટ મેળવી શકે તેમજ યોગનું મહત્વ સમજી શકે. સમગ્ર વ્યાયામ અને યોગાસનો સંસ્થાના અધ્યાપક પ્રા.પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.વૈશાલી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ કોલેજના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દેસાઈએ આવા યોગ – સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવી સમાજ કલ્યાણને લગતા કાર્યક્રમો આગળ પણ થતાં રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી..।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like