સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા।

Views: 410
2 0

Read Time:2 Minute, 51 Second

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યાવાપી ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૨૨ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અને માન્ય યુનિવર્સીટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતું ટેબલેટ શિક્ષણ વિભાગના કમિશ્નરશ્રી ટેકનીકલ શિક્ષણની કચેરી, ગુજરાત રાજ્યના ઠરાવોમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓને ટેબલેટ ફાળવણી માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા ટેબલેટનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી વર્ષ ૨૦૧૭ થી અમલમાં મુકવામાં આવેલ હતા. જે અંતર્ગત તારીખ ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજી ના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઈ ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કામગીરી આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી શેતલ બી. દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે તેમજ દરેક શાળાના આચાર્યશ્રીઓ શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષા પટેલ, શ્રીમતી નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like