શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ખોખો સ્પર્ધાનું આયોજન થયું ।
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ ખોખો સ્પર્ધાનું આયોજન થયું વાપી ૧૧મી ઓક્ટોબર ૨૦૨૨ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ: ૧૦ અને ૧૧ ઓકટોબરના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ ખોખો (ભાઈઓ અને બેહનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ૧૬ અને બહેનોમાં ૮ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનો આરંભ મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજીના આશીર્વચન સાથે થયો હતો, જેમાં તેમણે વિદ્યાર્થીઓ ને ભણતર સાથે રમત ગમત નું મહત્વ સમજાવ્યું હતું, તેમજ આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ સ્પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.આકાશ ગોહિલ સર દ્વારા આપવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં રાખીને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર શ્રી પ્રિયંક પટેલે રમતને ખૂબ જ સારી રીતે પાર પાડી હતી. જેમાં ગુજરાત રાજ્યના ખો ખો એસોસિએશન હાર્દિકભાઈ મિસ્ત્રી, ડૉ. જીતેન્દ્ર પટેલ નિર્ણાયક તરીકે હતા. ભાઈઓની ખો-ખો સ્પર્ધામાં શાંતિલાલ શાહ ભાવનગર કોલેજની ટીમે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી. તથા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદ રનર્સઅપ રહી હતી. બહેનોની ખો-ખો સ્પર્ધામાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીની ટીમે ચેમ્પિયનશીપ જીતી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તથા શાંતિલાલ શાહ કોલેજ ભાવનગર ની ટીમ રનર્સઅપ રહી હતી. આ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી માટે જી.ટી.યુ ની બેસ્ટ ટીમ નું સીલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોમાંથી બેસ્ટ ખીલાડીમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓમાં ત્વિષા બહાલીવાલા, દિયા પટેલ, પ્રિયાંશી પટેલ, તૃપ્તિ પાંડે, રોશની પટેલ, ક્રીતીકા હળપતિ ની પસંદગી થઇ છે, તથા ભાઈઓમાં સુનીલસિંહ ચૌહાણ ની પસંદગી થઇ છે જે કોલેજ માટે ખુબજ ગૌરવવંતી બાબત છે. આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, શ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતી મીનલ દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષા પટેલ, શ્રીમતી નીતુ સિંગ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating