સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્લેસમેન્ટ સેલ દ્વારા વિધ્યાર્થીઓને ઈન્ટરવ્યુંની તૈયારી હેતુ ગેસ્ટ લેક્ચર યોજાયો।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્લેસમેન્ટ સેલ દ્વારા વિધ્યાર્થીઓને ઈન્ટરવ્યુંની તૈયારી હેતુ ગેસ્ટ લેક્ચર યોજાયોવાપી- ૧૫મી ઓક્ટોબર ૨૦૨૨શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ: ૧૫/૧૦/૨૦૨૨ના રોજ “How to crack Interview and make an effective Resume” ના વિષય ઉપર પ્લેસમેન્ટ સેલ દ્વારા વિધ્યાર્થીઓને ઈન્ટરવ્યુંની તૈયારી હેતુ ગેસ્ટ લેકચરનું આયોજન થયું હતું. જેમાં સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપનીના બિઝનેસ ડેવેલોપમેન્ટ મેનેજર તેમજ કોલેજ ના ભૂતપૂર્વ વિધ્યાર્થી શ્રી. અનુપમ શુક્લા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્લા ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી નારખેડે એ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ વિશે પ્રારંભિક માહિતી આપી હતી. ત્યારબાદ આ વિષયને અનુસંધાને શ્રી. અનુપમ શુક્લાએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી જેવા કે જોબ ઇન્ટરવ્યૂ એટલે શું?, ઇન્ટરવ્યૂ ના પ્રકાર, ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવતા વિવિધ પ્રકારના પ્રશ્નો, ઇન્ટરવ્યૂ માટે કરવામાં આવતી તૈયારીઓ જેવી કે ઇન્ટરવ્યૂ પહેલા, ઇન્ટરવ્યૂ દરમિયાન અને ઇન્ટરવ્યૂ પછી. આ ઉપરાંત ઇન્ટરવ્યૂ માટેના વિવિધ તબક્કાની સાથે શું કરવું?, શું ન કરવું? તેમજ રિઝ્યુમે અને સીવી વચ્ચેના તફાવત સમજાવીયા અને અંતમાં વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી મહત્વની બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્લાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड करे
Average Rating