આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર ક્ષેત્રીય કાર્યાલય વાપી,, સંયુક્ત ઉપક્રમે ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત-વિકસિત ભારત’વિશે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું….
આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર ક્ષેત્રીય કાર્યાલય વાપી,, સંયુક્ત ઉપક્રમે ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત-વિકસિત ભારત’વિશે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું….આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં તારીખ 17/10/2022ને સોમવાર ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા સંયુક્ત ઉપક્રમે “ભ્રષ્ટાચાર મુક્ત ભારત – વિકસિત ભારત” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના ચેરમેન શ્રી મીલન દેસાઈએ shri praveen Garhwal, Regional PF Commissioner-1 તથા shri . Hariom Jaiswal, Regional PF commissioner-2 ને શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડો. શીતલ ગાંધીએ C.Suresh kumar, Section Supervisor ને પુષ્પ ગુચ્છ આપી આવકાર કર્યા હતા. ત્યાર બાદ બીજ વક્તવ્યના સ્વરૂપે shri praveen Garhwal, એ ભ્રષ્ટાચાર નો સામનો કોઈ રીતે કરી શકાય અને ભ્રષ્ટાચાર ને નાબૂદ કોઈ રીતે કરી શકાય એના વિશે સુંદર માહિતી આપી હતી .તથા તાલીમાર્થી માટે ભ્રષ્ટાચાર વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાલીમાર્થીઓએ પોત પતાના સુંદર વિચારો રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ બનાવી દીધા હતા. ભારત દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતે બનાવી શકાય તેના વિશે પણ સરળ ભાષા શૈલી ની અંદર માહિતી પૂરી પાડી હતી.અને આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના અધ્યાપિકા ડૉ. ગુંજન વશી તેમજ ડો.વૈશાલી દેસાઈ એ ખુબજ સારી રીતે નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી. તેમાં પ્રથમ ક્રમે એસ.વાય બીએડ ની તાલીમાર્થી પટેલ ઝીલ બીજા ક્રમે પટેલ રીંકલ તથા ત્રીજા ક્રમે એફ.વાય બીએડ ની તાલીમાર્થી તબ્બાસુમ અંસારી આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા સિદ્ધપુરા પૂજા મેમ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબે તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.શીતલ ગાંધી તેમજ કોલેજના આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating