વિદાય સમારંભ શાળા શ્રી કે.ડી.બોરલાઈવાલા હાઈસ્કૂલ સરીગામ।
આજ રોજ તા.19/10/2022 ના દિને અમારી શાળા શ્રી કે.ડી.બોરલાઈવાલા હાઈસ્કૂલ સરીગામ માં માધ્યમિક વિભાગ માં ફરજ બજાવતા સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી અરવિંદભાઈ સી.પટેલ તેમજ શાળા ના હેડ કલાર્ક શ્રી કિશોરભાઈ એન.ટંડેલ નો વયમર્યાદા ના કારણે આજ રોજ શાળા માં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.અરવિંદભાઈ એ શિક્ષક તરીકે શાળા માં ૩૨ વર્ષ તેમજ કિશોરભાઈ એ ૩૧ વર્ષ સેવા આપી છે.શાળાના આચાર્યા શ્રીમતી ધરાબેન તેમજ શાળા ના ટ્રસ્ટી શ્રી કુંતેશભાઈ ભટ્ટ દ્રારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું.ત્યારબાદ શાળા ના વિધાર્થીઓ માટે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા વિધાર્થીઓ એ હોંશભેર ભાગ લીધો અને ગરબા નાં તાલે ઝૂમ્યાં હતાં.કાયૅક્રમના અંતમાં આચાર્યા મેડમ એ દિવાળી ની શુભેચ્છાઓ પાઠવી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating