કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જયંતીની ઉજવણી થઈ।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જયંતીની ઉજવણી થઈ.વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપી ખાતેસ્વામીવિવેકાનંદ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે N.S.ડ. યુનિટ દ્વારા “રાષ્ટ્રના ઉત્થાન માં યુવાનોની ભૂમિકા” વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયૅક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પુષ્પાજલી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મના મુખ્ય વક્તા ડો. ભદ્રેશ સુદાની આસીસ્ટન્ટ પ્રોફેસર,ગવર્મેન્ટ એન્જીન્યરીંગ કોલેજ, વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિમૉણ માં યુવાનોનો ફાળો અને સ્વામી વિવેકાનંદ ના વિચારો ઉપર વ્યાખ્યાન આપ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ સ્વામી વિવેકાનંદના વિચારોથી વિધાર્થીઓમાં જાગૃતિ આવે અને પ્રેરણા મેળવે તથા વિધાર્થીઓએ સ્વામી વિવેકાનંદનું જીવન, સમર્પણ દેશભક્તિ તેમજ વાણી-વ્યવહાર વિશે જાણીને ઘણા પ્રભાવિત થયા હતા. સમગ્ર કાર્યક્ર્મનુ આયોજન કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના પોગ્રામ ઓફિસર પ્રો. ખુશ્યુ બી.દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ વક્તા ડો. ભદ્રેશ સુદાની અને પોગ્રામ ઓફિસરને કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે આભાર વ્યક્ત કરી વિધાર્થીઓ સ્વામી વિવેકાનંદના જીવન પથપર આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating