વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં 74મો પ્રજાસત્તાકદિન તેમજ વાર્ષિક રમતોત્સવ ઉજવાયો।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં 74મો પ્રજાસત્તાકદિન તેમજ વાર્ષિક રમતોત્સવ ઉજવાયો.વાપી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ દ્વારા પ્રજાસત્તાકદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં અતિથિ વિશેષ તરીકે વાપી નગરપાલિકાના કાઉન્સેલર શ્રી પંકજ આર.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શાળાના ચેરમેન શ્રી કાંતિલાલ હરિઆ,મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ તથા સ્કુલ મેનેજીંગ કમિટીના એક્ટિવ ચેરમેનશ્રી ઉજજવલ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાકદિનના ઉજવણીના ભાગ રૂપે અતિથિ વિશેષ શ્રી પંકજ આર.પટેલ ને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ દ્વારા દોરી લાવ્યા બાદ અતિથિ વિશેષના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા પધારેલ મહાનુભાવોનુ પુષ્ણુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પરેડ ૨જૂ કરવામાં આવી. તેમજ વિવિધ નયનરમ્ય દેશભકિત થીમ હેઠળ સાંસ્ક્રુતિક ક્રુતિઓ રજૂ કરવામાં આવી જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા.ત્યારબાદ રમતોત્સવની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ટોર્ચ ૨ન પ્રસ્તુત કરી મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે.શાહ દ્વારા મશાલ પ્રજ્વલિત ક૨ી ક૨વામાં આવી. શાળાનાં આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી રમતને ખુલ્લી મૂકવામાં આવી..શાળામાં ઓબ્સ્ટકલ રેસ,રીલે રેસ,50 મીટર રેસ, 100 મીટર રેસ,200 મીટર રેસ,ગોળા ફેંક, ચક્રફેંક,ભાલાફેંક જેવી રમતોમાં ધો.3 થી ધો.9 અને ધો.1 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાઓનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ.જેમાં શાળાના ચાર હાઉસ માં આકાશ હાઉસ સૌથી મોખરે રહ્યુ હતુ. શાળા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ત્યારબાદ સાંજે પ્રિ-પ્રાયમરી વિભાગ અને ધો.1 અને ધો.2 ના બાળકો માટેનો રેનબો-2023 અંતર્ગત રમતોત્સવનુ ઉજવણી કરવામાં આવી.જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી કમલાબેન કાંતિલાલ હરિઆ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શાળાના ચેરમેન શ્રી કાંતિલાલ હરિઆ, મેનેજીંગ કમિટિ મેમ્બર શ્રી રાજેંન્દર મારવાહ તથા શ્રી લલિત કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.જેમના વરદ હસ્તે હવામાં ફૂગ્ગાઓ છોડી રમતોત્સને ખુલ્લો મૂકવામાં આવ્યો.ત્યારબાદ શ્રીમતી કમલાબેનના વરદ હસ્તે શાળા રમતોત્સવનો ધ્વજ લહેરાવવામાં આવ્યો.નાન ભુલકાંઓ દ્વારા પ્રાર્થના તેમજ વિવિધ સાંસ્ક્રુતિક ક્રુતિઓ પ્રદર્શિત કરવામાં આવી. બાળકોએ કોનગેમ,કલેક્ટ એંડ રન,ડેર ટુ ડેફી જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.બાળકો સાથે તેમના વાલીઓની પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વાલીઓએ ઉત્સાપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.વિજેતા વિદ્યાર્થીઓને શાળા તરફ્થી મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ.ત્યારબાદ શ્રીમતી કમલાબેને પોતાનુ વક્તવ્ય રજૂ કર્યુ.તેમણે જણાવ્યુકે દરેક વિદ્યાર્થી પ્રથમ આવતો નથી પરંતુ દરેકની અલગ-અલગ વિષયમાં પ્રતિભા રહેલી છે. તેમનામાં રહેલી સુષુપ્ત શિક્તઓને વાલીઓએ જાણવાની જરૂર છે.આચાર્યા શ્રીમતી બીની પૌલે કાર્યક્રમની સફળતા બદલ શાળાના વ્યાયામ શિક્ષકો શ્રી જગદીશચંદ્ર ટંડેલ, શ્રી વિપુલ સાંજણા અને શ્રીમતી ભાવિકા પટેલ નો આભાર વ્યક્ત કર્યો.તેમજ શાળાના સમગ્ર શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા.અંતે રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating