કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજના વિધાર્થીઓ ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા।
કેબીએસ કૉમસ એન્ડ નટરાજ સાયન્સ કોલેજના વિધાર્થીઓ ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા।વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડી મિત્રોની ફૂટબોલ (ભાઈઓ) માટે ફૂટબોલ રમતમાં સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી વિવિઘ કોલેજોમાંથી આવેલ ખેલાડી મિત્રોએ પોતાનું કૌશલ્ય દર્શાવતા સદર કોલેજના વિધાર્થીઓએ ૧.કાલ્કો સ્ટીફન (S.Y.B.Com.), ૨ સુદીપ ખેશ (T.Y.B.Com.), ૩.અભિષેક સિંગ (T.Y.B.Com.), ૪. રૂત્વિક બોસરા (F.V.B.Com.), ૫.સુરજ નેગી (S.Y.B.Com.) પોતાનો ઉતકૃષ્ઠ દેખાવ કરીને ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ (ભાઈઓ) ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ છે અને રાની દુર્ગાવતી વિધ્યાલય, જબલપુર, મધ્યપ્રદેશ ખાતે ભાગ લેનાર છે. આ ખેલાડી મિત્રોને તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરું પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડીમિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે આહવાન આપ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating