જેસીઆઈ વાપી દ્વારા ” ઓરિએન્ટેશન ” પ્રોગ્રામ નું આયોજન કરાયું।
જેસીઆઈ વાપી દ્વારા ” ઓરિએન્ટેશન ” પ્રોગ્રામ નું આયોજન કરાયું।તારીખ 22 માર્ચ, 2023 ના રોજ જેસીઆઈ વાપી દ્વારા નવા જોડાયેલા સભ્યો અને સંભવિત સભ્યો માટે જેસીઆઈ અને તેની પ્રવૃત્તિઓ અને લાભો વિશે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. 40 થી વધુ , નવા સભ્યો, હાલના સભ્યો અને સંભવિત સભ્યોએ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.પ્રોગ્રામ માં મુખ્ય વક્તા તરીકે ભૂતકાળના ઝોન ઉપપ્રમુખ જેસી દીપેશ શાહ હાજર રહ્યા હતા. આવેલા લોકોને જેસીઆઈ કેવિરીતે સ્વ વિકાસમાં મદદ કરે છે અનેપોતાના કર્યો થી સમાજને મદદરૂપ બને છે અને તેના કર્યો વિષે જગુત કરાયા, તેમજ જેસીઆઈ વાપીના ભૂતપૂર્વ પ્રમુખ જેસી વિનીત ઓજા કી નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓના ઉદાહરણ સાથે જેસીઆઈ વાપી અને તેની પ્રવૃત્તિઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું
જેસીઆઈ વાપી તરફથી ઓરિએન્ટેશન પ્રોગ્રામ ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે જેસી જીનય શાહ અને પ્રોજેક્ટના સહ-અધ્યક્ષ તરીકે જેસી અલ્તાફ વણઝારા હતા અને તેઓએ આ પ્રોજેક્ટને સારી રીતે સંભાળ્યો હતો. કાર્યક્રમનું એન્કરીંગ જેસી સીએસ પરેશ રૈયાણી અને જેસી પિંકી પુરોહીતે કર્યું હતું જેસીઆઈ વાપીના પ્રમુખ જેએફએમ સીએ દીપિકા ગુટગુટિયા અને સચિવ જેસી સીએસ પરેશ રૈયાણી નેતૃત્વમાં પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જેસીઆઈ વાપીના ભૂતપૂર્વ પ્રમુખ જેસી ચિરાગ પટેલ, તેમજ જેસીઆઈ વાપી ના અન્ય સભ્યોએ હાજરી આપી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating