વલસાડ-ગુંદલાવ- ખેરગામ રોડ પરના કિમી ૨૪૬૦૦ થી ૨૮૦૦ પર આવેલા ઔરંગા નદી (કૈલાસ ધામ પાસે) પરના સબમર્સીબલ બ્રીજ પરથી આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે આવન જાવન માટે પ્રતિબંધીત માર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે।

Views: 384
1 0

Read Time:3 Minute, 39 Second

ટ્રાફીક નિયમન અંગે પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું ::નં.ડીસીબી/એમએજી/જી.પી.એ./રજી,નં.તા. ૧૦/૦૩/૨૦૨૨કાર્યપાલક ઇજનેરશ્રી (મા.મ.) વિભાગ વલસાડના પત્ર જા.નં.પીબી/કમા/ઔરંગા નદી/૨૦૨૨ તા.૧૦/૦૭/૨૦૨૨ થી વલસાડ-ગુંદલાવ- ખેરગામ રોડ પરના કિમી ૨/૬૦૦ થી ૨/૮૦૦ પર આવેલા ઔરંગા નદી (કૈલાસ ધામ પાસે) પરના સબમર્સીબલ બ્રીજ ચોમાસાના પાણી ફરી વળવાના કારણે સદર રોડનું ધોવાણ થયેલ હોય જેની સમારકામ અર્થે સદર રોડ ઉપર વાહન વ્યવહાર બંધ કરીને રીપેરીંગ કામગીરી કરવાની થતી હોય જે તા. ૧૧-૦૭-૨૦૨૨ના રાત્રીના ૦૦:૦૦ કલાક થી તા.૧૨-૦૭-૨૦૨૨ના બપોરે ૧૨:૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) વાહન વ્યવહાર પસાર થવા પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત મળેલ છે. સદરહુ દરખાસ્ત સબંધે રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવું હિતાવહ જણાય છે.વાસ્તે, હું ક્ષિપ્રા એસઆગ્રે, જિલ્લા મેજિસ્ટ્રેટ, વલસાડ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (૨૨ માં)ની કલમ-૩૩ ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ, આગામીતા.૧૧-૦૭-૨૦૨૨ના રાત્રીના ૦૦:૦૦ કલાક થી તા.૧૨-૦૭-૨૦૨૨ના બપોરે ૧૨:૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) કાર્યપાલક ઇજનેરશ્રી (મા.મ.) વિભાગ વલસાડની તા.૧૦/૦૭/૨૦૨૨ ના રોજની દરખાસ્ત મુજબ નીચે મુજબનું ડાયવર્ઝન આપી વલસાડ-ગુંદલાવ- ખેરગામ રોડ પરના કિમી ૨/૬૦૦ થી ૨૮૦૦ પર આવેલા ઔરંગા નદી (કૈલાસ ધામ પાસે) પરના સબમર્સીબલ બ્રીજ પરથી જતા આવતી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાતાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાને લક્ષમાં રાખી આથી નીચે જણાવ્યા અનુસારનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.-: પ્રતિબંધીત માર્ગ :વલસાડ-ગુંદલાવ- ખેરગામ રોડ પરના કિમી ૨૪૬૦૦ થી ૨૮૦૦ પર આવેલા ઔરંગા નદી (કૈલાસ ધામ પાસે) પરના સબમર્સીબલ બ્રીજ પરથી આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે આવન જાવન માટે પ્રતિબંધીત માર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે.-:: ડાયવર્ઝન અંગેની વિગત :(૧) ધરમપુર ચોકડી-(એન.એચ.૪૮) થઇને વલસાડ સાઇલીલા મોલ પરના રેલ્વે ઓવર બ્રીજ થઇને આવન-જાવન કરી શકાશે,(૨) કુંડી ફાટક (એલ.સી.૧૦૧) થઇને વલસાડ દસેરા ટેકરી થઇને વલસાડ આવવા જવા માટે ઉપયોગ કરી શકાશે.(3) વલસાડ શહેરમાં આવવા જવા માટે અતુલ પારનેરા રોડનો ઉપયોગ કરી શકાશે. ઉપરોકત નિર્ણય જાહેર જનહિતમાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તા.૧૧-૦૩-૨૦૨૨ના રાત્રીના ૧૦:૦૦ કલાક થી તા.૧૨-૦૭-૨૦૨૨ના બપોરે ૧૨:૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) ના સમયગાળા માટે જાહેર કરવાનું ઉચિત જણાયેલ છે.આજ તા.૧૦/૦૭/૨૦૨૨ ના રોજ મારી સહી તથા મુદ્રા કરી આપેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like