કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજનો N.S.S. કેમ્પ યોજાયો।
કે.બી.એસ. એન્ડ નટરાજ કોલેજનો N.S.S. કેમ્પ યોજાયો.વાપીની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીનો રાષ્ટ્રીય સેવા યોજના ( N.S.S.) નો કેમ્પ બરૂમાળ ગામમાં યોજાયો હતો. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસના હેતુસર સદર કોલેજના N.S.S. ના સ્વયંસેવકો ગામમાં જઈ, ગામના લોકોની મુલાકાત લઈ, પરિસ્થિતિ જાણીને, લોકો સાથે વાર્તાલાપ કરીને વ્યક્તિ સમાજના વિકાસ માટે વિવિઘ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સદર કેમ્પમાં ૫૦ સ્વયંસેવકો સાથે ૪ સ્ટાફ મિત્રોએ કેમ્પમાં ભાગ લઈ બરૂમાળનું પ્રખ્યાત મંદિરની આજુબાજુના વિસ્તારની સફાઈ કરી હતી. મંદિરના મુલાકાતીઓ તથા શાળની વિદ્યાર્થીનીઓ માટે દૈનિક ૧૦૦૦ વ્યકિતઓ માટે ચા-નાસ્તો તેમજ બપોર અને સાંજના ભોજન આપવામાં આવે છે, આ ભોજન બનાવવા તથા પીરસવા માટે સ્વયંસેવકોએ કેમ્પ દરમ્યાન દરરોજ સેવા પૂરી પાડી હતી. તેમજ સામાજિક જાગૃતિ, શેરીનાટક, પ્રભાતફેરી, કપડાં વિતરણ, યોગાસન, વૃક્ષોના ઝાડના થડને કલરકામ તથા વિઘાર્થીઓ સાથે રમતો રમાડી એમનો ઉત્સાહ વધારવા ભેટો આપી હતી. ગામમાં આવેલ ગૌશાળાની સફાઈ તેમજ ગૌ-સેવા કાર્ય કર્યુ હતું. કેમ્પ દરમ્યાન રોજ સાંજે ગામના લોકોને ભેગા કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે, શિક્ષણ અંગે, રોજગારી અંગે અને સહભાગીતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આમ, એન.એસ.એસ. કેમ્પનો કાર્યક્રમ સફળ રહેતા કોલેજ ના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણોએ કોલેજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફીસર પ્રો. ખુશ્બ બી. દેસાઈ, સ્વયંસેવકો તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating