કે.બી.એસ. કોલેજ વાપી ખાતે સ્તન કેન્સરની જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું।

Views: 363
1 0

Read Time:1 Minute, 33 Second

કે.બી.એસ. કોલેજ વાપી ખાતે સ્તન કેન્સરની જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.વાપીની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ દ્વારા સ્તન કેન્સરની જાગૃતિ માટે લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન દરમિયાન ડૉ. સંજય દુધત દ્વારા પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેના વિવિધ પ્રકારના કેન્સર પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે સ્તન કેન્સર માટેના વિવિધ કારક એજન્ટો અને સ્તન કેન્સરનું વિશ્લેષણ કરવા માટે વિવિધ સ્વ- પરીક્ષણ તકનીક, જે સ્તન કેન્સરની પ્રારંભિક તપાસમાં મદદ કરે છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી અને સમાજની આ સળગતી સમસ્યા વિશે માહિતી મેળવી હતી. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજ ના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણે ભાજપા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, ઓ.બી.સી. મોરચા વાપી નોટિફાઇડ અને ડો. સંજય દૂધત નો આભાર વ્યક્ત કર્યો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like