ભારતીય જનતા પાર્ટીના 43 માં સ્થાપના દિવસે આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન અને નોટિફાઇડ સંગઠન દ્વારા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી।

Views: 439
1 0

Read Time:2 Minute, 51 Second

ભારતીય જનતા પાર્ટીના 43 માં સ્થાપના દિવસે આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન અને નોટિફાઇડ સંગઠન દ્વારા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવીને સૌ કાર્યકર્તા મિત્રોએ મીઠાઈ વહેંચી એકબીજાને વધાવ્યા હતા. મહિલા મોરચા દ્વારા આવનાર સૌ કાર્યકર્તાઓને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી ના ધ્વજ નું સુંદર સુશોભન કરાયું હતું. આઇટી સોશ્યિલ મીડિયા સેલ દ્વારા મોદી સાહેબના કાર્યકર્તાઓ માટેના સંબોધન માટે લાઈવ પ્રસરણની સુંદર વ્યવસ્થા કરાઈ હતી. ઉપરાંત વાપી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રપતિ શ્રી ના અભિભાષણના મુખ્ય અંશો પણ કાર્યકર્તાઓને વાંચી સંભળાવવામાં આવ્યા હતા. બાદમાં સૌ કાર્યકર્તા મિત્રોએ સાથે મળીને વડાપ્રધામ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાર્યકર્તા માટેનું સંબોધન પણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વાપી શહેર સંગઠનના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ , નોટિફાઇડ સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઇ દેસાઈ, વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ , વાપી ન.પા શાશક પક્ષ નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ , પ્રદેશ અનુ. જાતિ મોરચા નાં ઉપ પ્રમુખ વસંત ભાઈ પરમાર , આર્થિક સેલ વલસાડ જિલ્લા નાં સંયોજક અને સહ સંયોજક અનુક્રમે મહેશ ભાઈ ભટ્ટ , મુકેશ ભાઈ ઠાકુર , વાપી શહેર સંગઠનના મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી શ્રી ભવલેશભાઈ કોટડીયા , નોટિફાઇડના સંગઠન મહામંત્રી શ્રી સુધીરભાઈ સાવલિયા , શ્રી વાસુદેવભાઈ સુથાર સહિત ચૂંટાયેલા સભ્યો સંગઠનના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like