વાપીમાં સમસ્ત ગુજરાતી મહિલા બ્રહ્મ સમાજ દ્વારા ડોક્ટર પુનિત ગોર (Masters in Physiotherapy) નો નિશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું તારીખ 8 એપ્રિલે ચાર વાગે આયોજન કરવામાં આવ્યું હતું।
વાપીમાં સમસ્ત ગુજરાતી મહિલા બ્રહ્મ સમાજ દ્વારા ડોક્ટર પુનિત ગોર (Masters in Physiotherapy) નો નિશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું તારીખ 8 એપ્રિલે ચાર વાગે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 50 બહેનોએ ભાગ લીધો હતો. તેમાં ડોક્ટર પુનિત દ્વારા મહિલાઓને દરેક પ્રકારના શરીરના દુખાવાનું નિદાન, સારવાર અને માર્ગદર્શન અપાયું હતું. તેમજ વજન ઘટાડવાની અને શરીરને તંદુરસ્ત રાખવાની સલાહ સૂચન આપવામાં આવી હતી. તેમણે શરીરને નીરોગી રાખવા માટે યોગ્ય આહારવિહાર ની સમજણ પણ આપી હતી. બધી બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન રશ્મિબેન, રાજશ્રીબેન, હેમાબેન, અમીતાબેન, મોનાબેન, હેતલબેન અને બિન્દુબેન વગેરેએ સફળતાપૂર્વક કર્યું હતું. અંતમાં બધી બ્રહ્મ સમાજની બહેનોએ ડોક્ટર પુનિત ગોર નું અભિવાદન કરી આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating