કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વાપીમાં પ્રથમ વર્ષ B.Com, B.Sc., અને B.C.A. માં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજ વાપીમાં પ્રથમ વર્ષ B.Com, B.Sc., અને B.C.A. માં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ।વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત સ્નાતક કક્ષાના B.Com Accountancy, Taxation & Marketing, B.Sc. Chemistry, B.Sc. Medical Technology, B.Sc. Microbiology, B.C.A., M.Com. (Accountancy), M.Sc, Chemistry, M.Sc, Microbiology ના અભ્યાસક્રમો ચાલે છે. ઘોરણ ૧૨ (HSC) તથા તેની સમકક્ષ પરીક્ષામાં ઉતર્ણી થયેલા વિદ્યાર્થીઓને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના સાંજે ૦૭:૦૦ કલાકથી વિવિઘ અભ્યાસક્રમમાં કેન્દ્રિય ઘોરણેપ્રવેશ માટે યુનિવર્સિટીની વેબસાઈટ: www.vnsgu.ac.in,www.admission.vnsgu.net પરથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ થઈ છે. B.Com, B.Sc., B.C.A. ની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સુરત, વલસાડ,નવસારી, બારડોલી અને ભરૂચ એમ પાંચ ઝોન પ્રમાણે કરવાની હોય, વિદ્યાર્થીએ જે ઝોનની કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે ઝોન અનુસાર પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થી કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલથી પોતે જ ફોર્મ ભરી શકશે. વિઘાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા મુશ્કેલી ન અનુભવે માટે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં B.Com, B.Sc., B.C.A. કોર્ષના ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ્રવેશ ફોર્મ ભરતી વખતે દરેક વિદ્યાર્થીઓએ બોલપેન તથા ડોક્યુમેન્ટની ઓરીજનલ કોપી અને ઝેરોક્ષ તેમજ ઓનલાઈન પેમેન્ટ માટે ક્રેડીટ કાર્ડ / ડેબીટ કાર્ડ, બેંક પાસ બુક સાથે લાવવાની રહેશે. આ ઉપરાંત વિધાર્થીઓ એ.સી., એસ.ટી, એસ.સી.બી.સી., ઈ.ડબ્લ્યુ.એસ.(આર્થિક રીતે પછાત) પી.એચ (દિવ્યાંગ), સ્પોર્ટ્સ વગેરે કેટેગરીના સંબંધિત પ્રમાણપત્રો પણ ઓનલાઈન ફોર્મમાં અપલોર્ડ કરવાના રહેશે. જે વિધાર્થીઓની માર્કશીટ નથી આવી તેઓ પણ પ્રોવિઝનલ ફોર્મ ભરવા આવી શકશે. તેથી જે વિધાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય વલસાડ જિલ્લાના વાપી સ્થિત કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ચણોદ કોલોની નાકા (જી.આઈ.ડી.સી) વાપી દ્વારા વિધાર્થીઓને પ્રવેશ તેમજ અભ્યાસક્રમની વધુ માહિતી તથા માર્ગદર્શન માટે કોલેજ ઓફિસનો સમય ૧૦:૦૦ કલાક થી ૨:૩૦ કલાક સુધી સંપર્ક સાધવા જાણ કરવામાં આવે છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating