ઉધના સ્ટેશનનું અપગ્રેડશન વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને યાત્રીઓની સુવિધાઓ સાથે કરવામાં આવશે।
ઉધના સ્ટેશનનું અપગ્રેડશન વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને યાત્રીઓની સુવિધાઓ સાથે કરવામાં આવશે।ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને ખાધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે. અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે ઉધના રેલવે સ્ટેશનનું નવનિર્માણ નવી નોકરીઓના સર્જન સાથે અર્થતંત્ર પર ખાસ પ્રભાવ પડશે. માનનીય વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, ઉધના રેલવે સ્ટેશનનો નવો દેખાવ અને લેઆઉટ રેલવે સ્ટેશનને એક મહત્વપૂર્ણ સ્થાન તરીકે બદલવા અને “નવા ભારતની નવી રેલ” બનવા માટે ડિઝાઇન કરાયેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાસ્તુકલાની સાથે સાથે પ્રબંધન પાસાઓના સંદર્ભમાં તેની આંતરરાષ્ટ્રીય અપીલના આયારે અલગ દેખાઇ આવવાનો છે; આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની કલ્પના કરવામાં આવી છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ઉધના રેલવે સ્ટેશનને રૂ. 223.6 કરોડના સ્વીકૃત ખર્ચે આધુનિક સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યું છે અને આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. એન્જિનિયરિંગ ખરીદ એન્ડ નિષ્ણ (EPC) કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાઈટ સર્વે, જિયો ટેકનિકલ અન્વેષણ અને માટી ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. પશ્ચિમ તરફના હાલના આરપીએફ ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા છે અને નવા ક્વાર્ટર્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગ્રાઉડફ્લોરના સ્લેબનું કામ પૂર્ણ થતી ફ સ્લેબનું પ્રગતિમાં છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) કાઉન્ટરી ખસેડવામાં આવ્યા છે અને નવી પીઆરએસ કાર્યરત કરવામાં આવી છે. પૂર્વ બાજુના સ્ટેશન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર સુપર સ્ટ્રક્ચર કોલમ વર્ક, સ્લેબ વર્ક અને સીડીની સાથે સાથે વિફ્ટ વોલનું કામ પ્રગતિ પર છે.સબ સ્ટેશન બિલ્ડીંગના સ્લેબનું કામ અને યુજી ટાંકીના પાયાનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, પૂર્વ બાજુએ કરતા વિસ્તારમાં રોડ અને પાર્કિંગ માટે ડબલ્યુએમએમનું લેવલિંગ, ખોદકામ અને નાખવાનું કામ ચાલુ છે. નવા ફૂટ ઓવર બ્રિજના પાયાનું કામ પણ ચાલુ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating