ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા વસુંધૈવ કુટુંબકમ્ સાકાર કરતું યોગ દીવસ શિબિરનું આયોજન।

Views: 372
3 0

Read Time:3 Minute, 13 Second

ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા વસુંધૈવ કુટુંબકમ્ સાકાર કરતું યોગ દીવસ શિબિરનું આયોજન*_આજે 21 જૂન બુધવારના રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોગ દિવસને લઈને અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ હોવાથી તેમજ આરોગ્ય માટે પણ યોગ અતિમહત્વપૂર્ણ હોવાથી આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વલસાડ 108 એમ્બ્યુલન્સ સેવા ઓફીસ ખાતે ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગ થી એકદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ના તમામ પ્રોજેક્ટના કર્મચારીઓ સતત લોકોની સુખાકારી માટે દોડધામ કરતા રહેતા હોય છે ત્યારે યોગ શિબિરના આયોજન દ્વારા આ તમામ કર્મચારીઓ ના રૂટિનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરવાંમા આવ્યો હતો. વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ના પ્રોગ્રામ મેનેજર શ્રી કમલેશ પઢીયારની ઉપસ્થિતિમાં સ્ટાફમિત્રોના જીવનમાં હકારાત્મક બદલાવ આવે અને યોગની જીવનમાં શુ જરૂર છે તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામ મેનેજર શ્રી કમલેશ પઢીયાર દ્વારા જણાવવામાં આવ્યું કે યોગ એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે તથા આપણા મહાપુરુષો નિયમિત યોગના ઉપાસક હતા અને તેથીજ તેઓ એટલા મહાન બન્યા કે આજે આખું વિશ્વ ભારત તરફ ઉજ્જવળ ભવિષ્યની આશાથી જોઈ રહ્યું છે અને ભારતીય ઋષિમુનિઓની પરંપરાને અપનાવી આજે આખું વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યું છે. યોગગુરુ નયનાબેન તથા યોગગુરુ સુશીલાબેન દ્વારા તમામ હાજર લોકોને યોગ ટ્રેનિંગ અને માહિતી આપવામાં આવી હતી. ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસના 108 એમ્બ્યુલન્સ સેવા પ્રોજેકટ ઉપરાંત ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, 1962 કરુણા એમ્બ્યુલન્સ, એમ.વી.ડી પશુ મોબાઈલ વેન તથા સખી વન સ્ટોપ સેન્ટરના તમામ સ્ટાફમિત્રો તેમજ તેમના ઈમરજન્સી મેનેજમેન્ટ એકઝીક્યુટિવ સંજય વાઘમારે અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નિમેષ પટેલ પણ હાજર રહ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like