કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં N.S.S. યુનિટ દ્વારા ૯ મો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં N.S.S. યુનિટ દ્વારા ૯ મો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો।વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં યોગા ડે ઉજવણીની વ્યવસ્થા શારિરીક શિક્ષણના પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ ના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો સ્વસ્થ શરીર માટે કેટલા જરૂરી છે એ પ્રેકટીકલી સમજાવતા યોગા કરી તા. ૨૧/૦૬/૨૦૨૩ ના રોજ ૯મો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિઘાર્થીઓની સાથે આંતરરાષ્ટ્રીય યોગાની ઉજવણીમાં વાપીના R.S.S. ના કાર્યકર્તા શ્રી ભરતભાઈ પટેલ પણ રહ્યા હતા. આજના દિવસે વિશ્વના તમામ લોકોએ એક સાથે યોગા કરીને સમગ્ર વિશ્વ આજના ડીજટલ યુગમાં માનવતામાં પણ યોગ દ્વારા વૃધ્ધિ પામે તેનું મહત્વ સમજાવ્યુ હતું. સમગ્ર પ્રોગ્રામ કોલેજના N.S.S. Unit ના પ્રોગ્રામ ઓફીસર મીસ. ખુશ્બ દેસાઈએ આયોજન કર્યુ હતુ. કોલેજના દરેક સ્ટાફ મિત્રો, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે સમગ્ર વિદ્યાર્થી ગણ તથા સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરી જીવનામાં યોગ ને મહત્વ આપી સ્વસ્થ રહી માનવતા માટે વૃધ્ધિ પામવાની શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating