આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ, વાપી દ્વારા આ વર્ષના ઈન્વેસ્ટિચર સમારોહની ઉજવણી ।
આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલ, વાપી દ્વારા આ વર્ષના ઈન્વેસ્ટિચર સમારોહની ઉજવણી ।જીલ્લા ના નિવાસી કલેકટર શ્રીમતિ અનસુયા ઝા મેડમની વિશેષ ઉપસ્થિતી માં તેમજ શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ નગરપાલિકા વાપી ના શાસકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ, વાપી સીટી મામલતદાર શ્રીમતિ કલ્પના બેન પટેલ, શાળા સલાહકાર સમિતિના સભ્ય, વાપી નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેનશ્રી જયેશકુમાર કંસારા, વલસાડ જીલ્લા ભાજપ સોશિયલ મીડિયા ઈન્ચાર્જશ્રી હિતેશભાઈ સુરતી, શ્રી વિનયભાઈ વાડીવાલા (સામાજિક કાર્યકર)આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાથીઁઓને પ્રોત્સાહિત કર્યા હતા, પોતાના સંબોધન માં નિવાસી કલેકટર શ્રીમતિ અનસુયા ઝા મેડમ દ્રારા વિદ્યાથીઁઓ ને પોતાની માતૃભાષા નો મહત્વ તેમજ આવનારા સમય માં આ શાળા માથી દેશનું નામ રોશન કરનારા તમામ વિદ્યાથીઁ ઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી, આ સમગ્ર કાયઁક્રમનું સંચાલન શાળા ના આચાર્ય શ્રીમતિ ડો.રીચા શાહ દ્રારા કરવામાં આવ્યુ હતુ, ધોરણ XI સાયન્સના માસ્ટર આર્યન પાંડેને હેડ બોયની જવાબદારીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ગ્રેડ XI સાયન્સની મિસ પ્રાર્થના પાંડે ને શાળાની હેડ ગર્લનું સ્થાન આપવામાં આવ્યું હતું. અન્ય સમર્પિત કાઉન્સિલ સભ્યોએ સંસ્થાના આદેશનું પાલન કરવા અને સંસ્થાને વફાદાર અને ગૌરવ લાવવા માટે શપથ લીધા હતા.RSJIS વાપીના ઇતિહાસમાં એક મહાન દિવસ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating