રોણવેલ 108 ની ટીમે ઘરે જ સગર્ભાને સફળ પ્રસુતિ કરાવી।

Views: 357
1 0

Read Time:1 Minute, 36 Second

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓજારપાડા ગામે સગર્ભા ને પ્રસુતિની પીડા ઉપડતા પ્રસુતાના પતિ સુફિયાનભાઈ એ 108 એમ્બ્યુલન્સ ને તરત જ કોલ કર્યો અને રોણવેલ 108 એમ્બ્યુલન્સ‌ને 10:11 વાગ્યે સવારે કોલ મળતા તરત જ ઘટના સ્થળે જવા નીકળી ગયા અને રસ્તે પ્રસુતાના પતિ સુફિયાન ભાઈને પ્રિઅરાઈવલ ઇન્સ્ટ્રક્શન આપી અને જલ્દીથી ઘટના સ્થળે પહોંચી ગયા સહીસ્તાબેનને પ્રસવપીડા અસહનીય બની જતા રોણવેલ 108 એમ્બ્યુલન્સ ના ઇએમટી ચંદ્રાવતી પટેલ અને ધર્મેશભાઈ આહીર એમને ઘરે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. બાળકને ડીલીવર કરાવતા બાળક સ્ટૂલ (stull)પાસ થઈ ગયો હતો સદભાગ્યે નોર્મલ પ્રસુતિ થઈ હતી બાળક ડિલિવર થતાં બાળકને તરત જ સકશન કરી સાફ કર્યું અને ત્યારબાદ બાળકને બેબી બ્લેન્કેટમાં લઈને બાળકને પૂરેપૂરું કવર કર્યું અને ઈ.આર.સી.પી. ડોક્ટર કોમલ મેડમ ની સલાહ મુજબ બાળકને બ્લો બાય મેથડથી ઓક્સિજન આપ્યો અને માતાને ઇન્જેક્શન આપ્યું. ત્યારબાદ પ્રસુતા અને બાળકને વધુ સારવાર માટે અત્રેની ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાયા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like