વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા બ્લડ સ્ટોરેજ તથા ડિસ્પેચ સેન્ટર લોકાર્પણ સમારોહ સાથે રક્તદાન શિબિર નું આયોજન ।

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા બ્લડ સ્ટોરેજ તથા ડિસ્પેચ  સેન્ટર લોકાર્પણ સમારોહ સાથે રક્તદાન શિબિર નું આયોજન ।
Views: 174
1 0

Read Time:6 Minute, 27 Second

5 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 10:00 કલાકથી ચિરંજીવી હોસ્પિટલ નાનાપોન્ડા ખાતે રાખવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ નો મુખ્ય હેતુ સેવા પ્રકલ્પ ના સથવારે અંતરયાડ ગામોમાં જે બ્લડ માટે મુશ્કેલી ઊભી થાય છે અને એ પરિવારોને વાપી સેલવાસ પારડી વલસાડ માટે ખૂબ જ દૂર સુધી જવું પડે છે ઘણીવાર ટ્રાન્સપોર્ટેશન ના કારણે દર્દીની હાલત ખૂબ જ ગંભીર અથવા તો મૃત્યુ પણ પામે છે ઘણા વર્ષોના અનુભવો તકલીફો થી પરિચિત હોવાથી કપરાડા ધરમપુરના વિસ્તારના લોકો નું દર્દ તેમજ એમની લોહી માટેની જરૂરિયાત ખૂબ જ પ્રમાણમાં હોય છે આ વિસ્તારોમાં બ્લડની સામે રિપ્લેસમેન્ટ મળતું ન હોવાથી ઘણી વખત મુશ્કેલીઓ સર્જાય છે કપરાડા ધરમપુર વિસ્તારમાં લોકોની જનજાગૃતિ પણ થાય અને બ્લડ આપવા માટે પ્રેરિત થાય જેથી સમાજમાં રક્તદાન માટે લોકો આગળ આવે આવી બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા નિયમિત રીતે કાર્ય કરી રહી હતી વલસાડ વિભાગ ના મંત્રી અમિતભાઈ પટેલ સાથે પરિષદના કાર્યકર્તાઓ તેમજ વલસાડ રક્તદાન કેન્દ્રના શ્રી ભાવેશભાઈ રાયચા તેમજ ડો કમલભાઈ પટેલ,ચિરંજીવી હોસ્પિટલના ડોક્ટર શ્રી દિવ્યેશભાઈ ચૌધરી પટેલ , ભારતીય જનસેવા સસ્થાન ના શ્રી અનિલભાઈ ગોયલ તેમજ શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સમિતિ સંકલન કરી આગળ વધી રહ્યા હતા અને આજે આ સંકલ્પ પૂર્ણ થયો હતો આ ભગીરથ કાર્યમાં વિવિધ મહાનુભાવો દાતાશ્રીઓ નો સહયોગ રહ્યો હતો આજના આ લોકાર્પણ સમારોહ માં ઉપસ્થિત રહેલા મુખ્ય દાતાશ્રી શ્રી પ્રકાશચંદ અગ્રવાલ તેમજ શ્રી રિષભભાઈ અગ્રવાલ, વિશેષ ઉપસ્થિત શ્રી ડો. જયદીપભાઇ પટેલ ભારતીય જનસેવા સંસ્થાન પ્રમુખ, તેમજ શ્રી ધર્મેન્દ્રભાઈ ભવાની વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાદ કેન્દ્રીય સહમંત્રી, શ્રી રાજેશભાઈ રાણા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી, શ્રી ડો . વિશાલભાઈ મહેતા સેક્ટરી વલસાડ રક્તદાન કેન્દ્ર, શ્રી પ્રકાશભાઈ ગાલા નવસારી વિભાગ સંઘચાલક RSS,શ્રી શૈલેષભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર સેવા પ્રમુખ, શ્રી સીતારામભાઈ ગવળી પૂર્વ સાંસદ દાદરા નગર હવેલી, શ્રી માધુભાઈ રાઉત પૂર્વ ધારાસભ્ય કપરાડા , શ્રી અશ્વિનભાઈ ચીખલીયા ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટી , શ્રી ઉદયનભાઈ રાવલ ટ્રસ્ટી ભારતીય જનસેવા સંસ્થાન,શ્રી મુકેશભાઈ પટેલ સરપંચશ્રી નાનાપોંઢા, આ કાર્યક્રમ સમારોહ માં આશિર્વચન પૂજ્ય શ્રી કપિલ સ્વામીજી તથા રામ સ્વામીજી મહારાજ, ભગીરથ કાર્યને સંબોધિત કરી લોકાર્પણ હિંદુ સંસ્કૃતિ મુજબ સ્વાધ્યાય મંડળ ના ઋષિ કુમારીઓ દ્વારા મંત્રોચ્ચાર કરી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું સંચાલન શ્રી અનિલભાઈ ગોયલ તેમજ શ્રીમતી જાગૃતિબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું, ભેંસધરા સ્કૂલ ના બાળાઓ તેમજ શિક્ષકો મદદ રૂપ થયા હતા રક્તદાન શિબિરમાં 129 યુનિટ રક્ત દાતાશ્રી ઓ એ રક્તદાન કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વલસાડ રક્તદાન કેન્દ્ર, ચિરંજીવી હોસ્પિટલ સ્ટાફ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા મંત્રી શ્રી રાકેશભાઈ રાણા ની આગેવાનીમાં તેમજ પ્રાંત સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી નરેન્દ્ર પાયક, વિભાગ સંપર્ક પ્રમુખ પીયુશભાઈ શાહ, તેમજ પ્રાંત સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી નરેન્દ્ર પાયક, વિભાગ પ્રમુખ પીયુશભાઈ શાહ,જિલ્લા અધ્યક્ષ ઓમપ્રકાશ શર્મા સહીત સૌ કાર્યકર્તાઓ એ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી. રક્તદાન કરનારા દાતાશ્રી ઓને ભેટ સ્વરૂપે શ્રી પુષ્પમ જ્વેલર્સ વાપીના શ્રી પિયુષભાઈ જૈન દ્વારા માતાજીના છબી વાળી ચાંદીની મૂર્તિ, ટ્રાવેલ બેગ સાવલિયા લેમિનેટ વાપી,દીવાળ ઘડિયાળ આર પી સેલ્સ નાનાપોંઢા પ્રકાશભાઈ,તુલસી નો છોડ નાનજીભાઈ ગુજ્જર માનવ સેવા ટ્રસ્ટ વાપી,ટિફિન બોક્સ સ્ટીલ સુનિલભાઈ પટેલ વાપી,શ્રીમદ્ ભાગવત ગીતા શ્રી જીતુભાઈ ચૌધરી ધારાસભ્ય કપરાડા તેમજ ભોજન વ્યવસ્થા શ્રી પંકજભાઈ ચૌધરી શ્રી સંજયભાઈ સહિત સૌ દાતાશ્રી નો સહયોગ રહ્યો.આવનારા સમયમાં દર મહિના ના પહેલા રવિવારે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like