આર.કે.દેસાઈ બી.એડ કોલેજના તાલીમાર્થીઓ તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં ઝળક્યાં।
આર.કે.દેસાઈ બી.એડ કોલેજના તાલીમાર્થીઓ તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં ઝળક્યાં.તારીખ 22/07/23 ના દિને સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ વાપી ખાતે વાપી તાલુકા યુવા મહોત્સવમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આર.કે.દેસાઈ બી.એડ કોલેજના તાલીમાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.અને જેમાં સમૂહ ગીતમાં પ્રથમ ક્રમમાં આવે છે મનાલી પટેલ નું ગ્રુપ કેની પટેલ, કરીના પટેલ, હેલી પટેલ, દિગના આહીર, ડેનિયલ પટેલ, પ્રીતિકા ગામીત, વિવેક પટેલ હતા. પાદ -પૂર્તિ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ટંડેલ સ્નેહા, લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વૈરાગી પ્રિયંકા, હળવું કંઠ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વૈરાગી પ્રિયંકા, ચિત્ર કલા સ્પર્ધામાં બીજા ક્રમે ટંડેલ સ્નેહા અને ભજન સ્પર્ધામાં પટેલ મનાલી બીજો ક્રમ પ્રાપ્ત કરી અમારી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ સંસ્થાના આચાર્ય ડો. પ્રીતિ. જે. ચૌહાણ તથા સમગ્ર બી.એડ કોલેજના અધ્યાપકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating