વાપી તથા દમણ વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર રીઢા સ્નેચરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાપી જી.આઇ.ડી.સી. પોલીસ ટીમ।
વાપી તથા દમણ વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર રીઢા સ્નેચરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાપી જી.આઇ.ડી.સી. પોલીસ ટીમ।મે.પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એન.વે સાહેબ વાપી વિભાગ વાપી નાઓએ પો.ઇન્સ.શ્રી વી.જી.ભરવાડ વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. નાઓને પો.સ્ટે વિસ્તારના મિલ્કત સંબધી/ધરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે અ.હે.કો. વિપુલભાઇ વલ્લભાઇ તથા બીજા પોલીસ માણસો પો.સ્ટે. હદ વિસ્તારમાં પેટ્રોલીંગદરમ્યાન મળેલ બાતમી આધારે મોજે વાપી જી.આઇ.ડી.સી. ખોડીયાર હોટેલ પાસે બાતમીના વર્ણનવાળા બે ઇસમોને કોર્ડન કરી એક ઇસમની અંગઝડતીમાંથી બે મોબાઇલ ફોનો તેમજ કાયદાના સંધર્ષમાં આવેલ બાળકિશોરની અંગઝડતીમાં બે મોબાઇલ ફોન તથા એનટોર્ક મોપેડની ડીકીમાંથી અલગ અલગ કંપની કુલ્લે-૭ મોબાઇલ મળી આવેલ હતા જેથી તેઓની પાસે મોબાઇલના બીલો તેમજ મોપેડના આધાર પુરાવા રજુ કરી શકેલ ન હોય, જેથી આરોપીની સધન પુછપરછ કરતા તેઓએ વાપી તથા દમણ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચીંગ કરેલ હોવાનું જણાવતા આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.કબ્જે કરેલ મુદ્દામાલ.મોબાઇલ ફોન નંગ-૧૧ જેની કુલ્લે કિ.રૂ.-૭૫,૦૦૦/- તથા એન્ટોર્ક મોપેડ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૨૫,૦૦૦/- (૧) વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૦૦૪૯૨૩૧૪૨(૨/૨૦૨૩ડીટેકટ કરેલ ગુન્હાની વિગત(૨) વાપી ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૦૦૪૮૨૩૨૮૨૭/૨૦૨૩ પકડાયેલ આરોપી-(૧) વિનીત કામેશ્વર પાન્ડે ઉ.વ.-૨૨ ધંધો-બેકાર રહે. પંકજભાઇની બિલ્ડીંગમાં રોયલ ગાર્ડનની સામી દાભેલ તાબે-દમણ મુળ રહે-લગણપુરા થાના-શિવાન જી-મહેરબા બિહાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર.કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી- પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.જી.ભરવાડ તથા અ.હે.કો. વિપુલભાઇ વલ્લભભાઇ તથા આ.પો.કો. હારીશ કમરૂલ ખાન તથા અ.પો.કો. કુલદીપસિંહ વજેસંગભા નાઓએ ટીમ વર્કથી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating