વાપીની એનિમલ રેસ્કયું ટીમ દ્વારા વાપી તાલુકાના ડુંગરી ફળિયા થી 10 ફૂટ લાંબા મહાકાય અજગર નું રેસ્કયું।
વાપીની એનિમલ રેસ્કયું ટીમ દ્વારા વાપી તાલુકાના ડુંગરી ફળિયા થી 10 ફૂટ લાંબા મહાકાય અજગર નું રેસ્કયું।આજ રોજ 10 ઓગસ્ટ 2023 માં વાપી તાલુકાના ડુંગરી ફળિયા ખાતે રહેતા લક્ષ્મણભાઈ પટેલના ઘર ની પાસે મુકેલ ઇંધણ ના લાકડાના ઢગલામાં એક મહાકાય અજગર છુપાઈ ગયો હતો અને તેણે મરઘીનું મારણ પણ કર્યું હતું જેની જાણ વાપીની એનિમલ રેસ્ક્યું ટીમ ને કરતા વર્ધમાન શાહ અને શિયાળ મુકેશ દ્વારા સ્થળે પહોંચી અજગર નું ખૂબ જ સાવધાની પૂર્વક રેસ્કયું કરવામાં આવ્યું, લાકડાના ઢગલા માં છૂપાયેલ અજગર ને ખુબ જ સાવધાની અને સલામતી થી બહાર કાઢી રેસ્ક્યું કરવામાં આવ્યું હતું, જોકે લાકડાના ઢગલામાં અન્ય બિનઝેરી સાંપ રૂપસુંદરી પણ જોવામાં આવી હતી જેને પણ ટીમ દ્વારા રેસ્કયું કરવામાં આવ્યું હતું.વર્ધમાન શાહ ના જણાવ્યા પ્રમાણે ઘરની આસપાસ બિનજરૂરી ભંગાર કે લાકડાના ઢગલા મૂકવાથી આવી ઘટનાઓ બનવી સામાન્ય છે સરીસૃપ માટે આવી જગ્યાઓ આશ્રય સ્થાન બની રહે છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे
Average Rating