*ઝેરી સાપના ડંખની સામે જીવનરક્ષણ આપતી 108 એમ્બ્યુલન્સ સેવા।
ઝેરી સાપના ડંખની સામે જીવનરક્ષણ આપતી 108 એમ્બ્યુલન્સ સેવા।આજરોજ અંદાજીત 17:30 પીએમ વાગ્યાની આસપાસ 108 નંબર ઉપર ઇમરજન્સી માટે કોલ જાય છે અને ખબર પડે છે કે * અરનાઈ ( ખોરી ફળિયા )* ખાતે રહેતા *નામ: લાસુ બેન બારકેભાઈ તુમડા* *ઉંમર: 60વર્ષ* ને જમણા હાથના ભાગે સાપે ડંખ દીધો હતો. તાત્કાલિક નજીકમાં રહેલી કપરાડા-3 (માંડવા)લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ના ઇએમટી પ્રિયંકા પટેલઅને સાથી પાયલોટ મલેશ સિંધા જણાવેલ સ્થળ પર 108 એમ્બ્યુલન્સ લઈને પહોંચે છે અને જુએ છે તો સાપ કરડ્યું હતું *લાસુબેન* ની હાલત ગંભીર હતી. આંખે ઝાંખપણુ, નિષ્ક્રિયતા આવવી,, તથા આંખોમાં પણ તેને અંધારા આવતા હતા અને ચક્કર આવતા હતા. સાપના ઝેરને પરિણામે પરિસ્થિતિની ગંભીરતા જોતા એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા દર્દીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ માં લઈને સારવાર આપવાની શરૂઆત કરાઈ હતી. જરૂરી વાઈટલ ચેક કરીને હાથ હલનચલન ન થાય તે માટે Spilinting કરીને ઈએમટી પ્રિયંકા બેને 108ના અમદાવાદ સ્થિત ડોકટર ડૉ. કુંજ સર સાથે વાત કરીને એમ્બ્યુલન્સ માં હાજર ASV (સર્પના ઝેર વિરોધી) ઇન્જેક્શન આપીને વ્યક્તિનો જીવ બચાવી લે છે. જરૂર જણાતા દર્દીને પોઝિશન આપવામાં આવે છે.ત્યારબાદ આઈવી કેન્યુલા ઇન્સર્ટ કરીને અન્ય જરૂરી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવે છે. પરિણામે લાસુબેન ની કન્ડિશનમાં હકારાત્મક સુધારો આવે છે. ત્યારબાદ દર્દીને પોસ્ટ સારવાર માટે શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુર ખસેડવામાં આવેલ છે આમ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચીને યોગ્ય સારવાર આપતા સ્નેહલબેન સલામત રીતે હોસ્પિટલ પહોંચે છે અને પરિવારમાં ખુશી છવાઈ જાય છે. પરિવાર ના તમામ લોકો 108ના સ્ટાફનો આભાર માને છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating