આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં એન્ટી રેગિંગ જાગૃતિ સપ્તાહની ઉજવણી।

Views: 341
1 0

Read Time:3 Minute, 4 Second

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં એન્ટી રેગિંગ જાગૃતિ સપ્તાહની ઉજવણી।આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં તારીખ 12/8/2023 થી 18/8/2023 દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ રેગિંગના શિકાર ન બને તેની જાગૃતિ લાવવા માટે એન્ટી રેગિંગ વિષય અંતર્ગત વિવિધ સ્પર્ધાઓની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન તારીખ 12/8/2023 ના રોજ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા એન્ટી રેગિંગ વિષય ઉપર વિવિધ કલા પ્રદર્શિત કરી શકે તે માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે રમેશ જયકિશનભાઇ ટંડેલ દ્વિતિય ક્રમે પટેલ પ્રાચી દીપકભાઈ વિજેતા થયા હતા. પ્રસ્તુત સ્પર્ધાના નિર્ણાયક તરીકે અક્ષયભાઈ ટંડેલે ભૂમિકા ભજવી હતી. તારીખ 14/ 8 /2023 ના રોજ એન્ટી રેગિંગ વિષય ઉપર સ્લોગન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે જીનલબેન ડી. પટેલ જ્યારે દ્વિતીય ક્રમે જાગૃતીબેન જે. રાણા વિજેતા થયા હતા. પ્રસ્તુત સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. સારિકા પટેલ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તારીખ 17/8/2023ના રોજ તાલીમાર્થીઓ રેગિંગના શિકાર ન બને અને આવા દુષ્કૃત્યોથી દૂર રહી અન્યને પણ પ્રેરણા આપી શકે એ માટે શોર્ટ ફિલ્મનું નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 18/8/2023 ના રોજ ડૉ. પૂજા સિધપૂરા દ્વારા ppt દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓ રેગિંગ દુષ્કૃત્ય બાબતે શિક્ષક તરીકે પોતાની ભૂમિકા શુ ? આ બાબતે પ્રેરણા આપતું સુંદર વ્યાખ્યાન રજૂ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા ભાવિ શિક્ષકો રેગિંગ વિરુદ્ધ અભિયાનમાં પોતાની ભૂમિકા બાબતે કટીબદ્ધ બન્યા હતા. જે કાર્યક્રમની ફલશ્રુતિ હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડૉ . પ્રીતિ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડૉ .વૈશાલી દેસાઈ અને પ્રા.દિક્ષિતા ઢિમ્મર દ્વારા સંચાલિત કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like