વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ. સ્કુલમાં ડુંગરા પોલિસ સ્ટેશનના પી.આઇ. શ્રી મયુર પટેલની આગેવાની હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ” મારી માટી મારો દેશ” અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ।વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ. સ્કુલમાં ડુંગરા પોલિસ સ્ટેશનના પી.આઇ. શ્રી મયુર પટેલની આગેવાની હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ. દેશ માટે બલિદાન આપનાર વિરોને સમર્પિત મા૨ી માટી, મારો દેશ અને માટીને નમન,વિરોને વંદન કાર્યક્રમ ગામેગામ યોજાયો છે. જેના થકી બાળકોમાં પણ દેશભકિત્ની ભાવના વિકસે એ હેતુથી આજે પી.આઇ. શ્રી મયુર પટેલ અને એમની ટીમના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.ત્યારબાદ રાષ્ટ્રની એકતા અને અખંડિતા માટે હાથમાં માટી લઇ સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી. ત્યારબાદ શ્રી મયુર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકોને જણાવ્યુકે વૃક્ષનુ જતન કરીશુ તો જ ભવિષ્યમાં આવનાર મુશ્કેલીઓ દૂર થશે.શાળાના મેનેજમેંટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી પી.એસ.આઇ. શ્રી મયુર પટેલ અને એમની ટીમનો કાર્યક્રમના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating