કે.બી.એસ. કૉલેજમાં મેરી માટી મેરા દેશ કેમ્પેન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ।

Views: 363
1 0

Read Time:2 Minute, 8 Second

કે.બી.એસ. કૉલેજમાં મેરી માટી મેરા દેશ કેમ્પેન અંતર્ગત વિવિધ કાર્યક્રમોયોજાયા ।અત્રે ચણોદ સ્થિત કે. બી . એસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કૉલેજ, વાપીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ ૯ ઓગસ્ટ ના રોજ એન.એસ.એસ. યુનિટ દ્વારા “વસુધાવંદન” થીમ હેઠળ વાપીની ચણોદ કોલોની સ્થિત મંદિરમાં તેમજ આરતી ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ” વિરો ને વંદન” થીમ હેઠળ સમાજિક કાર્યકર બિમલ ચૌહાણ અને ચિરાગ પટેલ તેમજ QRT કમાન્ડો સુભમ ધૂમ અને અજય પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત મહેમાનો દ્વારા એમના વ્યક્તવ્ય માં કૉલેજના વિદ્યાર્થીઓ ને ભારત ના વીર શહિદોનું સન્માન કરવું તેમજ વિકસિત ભારતના સપનાને સાકાર કરતા પર્યાવરણ ની પણ જાળવણી કરવા કહ્યું હતું. તેમજ આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ અનુભવવા અને આગળ વધારવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માટીના દીવાનો ઉપયોગ કરી સન્માનિત મહેમાનો, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા “પંચપ્રાણ પ્રતિજ્ઞાં” પણ લેવામાં આવી હતી. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ એ એન.એસ.એસ. કોર્ડીનેટર ડૉ.ખુશ્બ દેસાઈ, સ્ટાફ અને વિદ્યાર્થીગણનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતા માટે કામ કરવા માટે આહવાન કર્યું હતું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like