વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ” શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ” શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી।5મી સપ્ટેમ્બર શિક્ષકની ગરિમાગાન કરતો દિવસ જેની સાથે શ્રેષ્ઠ ગુરુ ડૉ.રાધાકૃષ્ણન નું નામ સંકળાયેલુ છે. ડૉ.રાધાકૃષ્ણન મહાન” શિક્ષક” હતા. તેઓ માનતા કે શિક્ષણ કેવળ “દિમાગી” પ્રશિક્ષણ નહી પણ “આત્મા”નું પ્રશિક્ષણ છે. જેમનો જન્મદિવસ સમગ્ર ભારતમાં શિક્ષકદિન તરીકે મનાવવામાં આવે છે.વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ,એચ.આર અને એડ્મીન હેડ શ્રી વિજય રાઉંડલ તેમજ શાળાના શિક્ષકો શ્રી જગદિશ મીસ્ત્રી,શ્રી દિપક જૈન,શ્રીમતી કિરણ પૂરી,શ્રીમતી પ્રમીલા સનિલ ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી.. ત્યારબાદ શાળાના હેડ બોય અને હેડ ગર્લ તેમજ સમગ્ર હાઉસ કેપ્ટન દ્વારા મંગલમય પ્રાર્થનાગીત રજૂ કરવામાં આવ્યુ. શાળાનાં બાળકોએ ખૂબજ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ સમગ્ર શિક્ષકોને શુભેચ્છકાર્ડ આપી શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી.શાળાના મેનેજમેંટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી સૌને શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating