આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ વાપી દ્વારા રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી।
આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ વાપી દ્વારા રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી।વાપી સ્થિત આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ દ્વારા પાંચમી સપ્ટેમ્બર મંગળવારના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિન નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિપ પ્રાગટય વિધિ સંપન્ન કર્યા બાદ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને શિક્ષકના ગૌરવને રજૂ કરતા વક્તવ્યો, સુવિચાર, ભજન અને આજના કાર્યક્રમનો મહિમા વ્યક્ત થયો હતો. આ કાર્યક્રમ નિમિતે વિદ્યાર્થીઓએ સૌ શિક્ષક ભાઈ-બહેનોનું સ્વાગત કરીને તમામ ગુરુજનોનો આદર અને સત્કાર કર્યો હતો તેમજ શિક્ષક દિવસના મહત્વને રજૂ કરતા કાર્ડ પણ શિક્ષકોને આપવામાં આવ્યા. શિક્ષક દિવસ નિમિત્તે સંસ્થા વતી વિવિધ શાળાના આચાર્યોને ભેટ સ્વરૂપે ડાયરી આપી શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કોલેજના સર્વ આચાર્યશ્રીઓએ પણ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating