શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો।

Views: 478
3 0

Read Time:3 Minute, 21 Second

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો તારીખ:૨૦/૦૭/૨૦૨૨ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વ્રારા જુન-૨૦૨૨ માં લેવાયેલી અંતિમ વર્ષ બી. ફાર્મસીના આઠમા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વ્રારા તારીખ:૧૯/૦૭/૨૦૨૨ મંગળવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં બે વિદ્યાર્થીનીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. તથા ૩૫ વિદ્યાર્થીઓ ૮.૦૦ થી વધુ એસ.પી આઈ. મેળવી કોલેજની સિધ્ધિમાં વધારો કર્યો છે. જેમાં એસ.પી.આઈ વાઈઝ પરિણામ જોતા પઠાન અલફિયા વસીમ ૯.૪૫ એસ.પી.આઈ. પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે, સાક્ષી મધુસુદન મંત્રી ૯.૨૭ એસ.પી.આઈ. પ્રાપ્ત કરી છઠ્ઠો ક્રમ મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા સાક્ષી મધુસુદન મંત્રી ૯.૫૭ સી.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે, ગાંધી ઝીલ વિમલકુમારએ ૯.૪૧ સી.પી.આઈ. સાથે આઠમાં ક્રમે અને શાહ વૈદેહી દિપેશ ૯.૩૮ સી.પી.આઈ. સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થા અને કોલેજની સોનેરી સિધ્ધિમાં વધારો કરી સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આવી ઐતિહાસિક સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી પ્રગતિ કરો એવા આશીર્વાદ પાઠવ્યા હતા. ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like