વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા આંતર સ્કુલ બાસ્કેટ બોલ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું।

Views: 226
1 0

Read Time:2 Minute, 12 Second

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા આંતર સ્કુલ બાસ્કેટ બોલ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું।બાળકો માં રહેલી શારિરીક તેમજ માનસિક શક્તિને ઉજાગર કરવા તેમજ બાળકો માં ખેલદિલી ની ભાવના વિકસે તે હેતુથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ મા આંતર શાળા બાસ્કેટ બોલ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિયોગિતા નો શુભારંભ શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલ તેમજ એચ આર અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ ના કરકમલો દ્રારા દિપપ્રાઞટય કરી કરવામાં આવ્યો. ત્યારબાદ શાળા ના બાળકો દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યુ. શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી વિપુલ સાંજણા દ્વારા બાળકો ને શપથ ગ્રહણ કરાવડાવી પ્રતિયોગિતા ની શરૂઆત કરવામાં આવી. આ પ્રતિયોગિતા માં વાપી તેમજ પારડી ની શાળાઓએ ભાગ લીધો હતો જેમાં પારડી ની વલ્લભ આશ્રમ એમ જી એમ અમીન એન્ડ વી એન સવાણી સ્કુલ વિજેતા રહી જયારે વાપીની શ્રી સાન્દ્રાબેનશ્રોફ જ્ઞાનધામ સ્કુલ રનર્સ અપ રહી હતી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા બાળકો ની ટીમને અભિનંદન પાઠવ્યા તેમજ શાળા દ્વારા વિજેતા ટીમને પારિતોષિક તેમજ પ્રમાણપત્ર અેનાયત કરવામાં આવ્યું. શાળા ના આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા ના વ્યાયામ શિક્ષકોનો પ્રતિયોગિતા ના સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like