કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સકોલેજમાંવિઘાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો।
અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિઘાર્થીઓ શિક્ષણની સાથે આજના હરીફાઈ યુગમાં દરેક ક્ષેત્રમાં કેવી રીતે પગભર થઈ શકે,વિવિઘ પરિસ્થિતિમાં નીડર રહીને નિર્ણયો લેવા તથા વક્તિ, સમાજ અને દેશના વિકાસ માટે લીડરશીપ લઈ શકે તે હેતુથી સ્વ. M.R. PAI ની યાદગીરીમાં M.R. PAI ફાઉન્ડેશન અને ફોરમ ફ્રી એન્ટરપ્રાઈઝ, મુંબઈ તથા સદર ફોરમ ફોર હેલ્પ યુનિટના સહયોગથી ત્રણ દિવસની લીડરશીપ તાલીમના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ૮૬ વિદ્યાર્થીઓએ ભાગ લીઘો હતો. આ તાલીમમાં શ્રી વિવેક પટકી સાહેબ અને શ્રી સચીન કામથ સાહેબ તાલીમ આપવા હાજર રહ્યા હતા. આ તાલીમમાં વિદ્યાર્થીઓ ગોલ સેટીંગ અને અચીવીંગ, વાકચતુર્ય, નિર્ણાયક શક્તિ, ટીમવર્ક, આત્મવિશ્વાસ વગેરે વિષયો પર ખુબ જ ઉંડુ સમજણ આપીને પ્રેકટીકલ રમતો રમાડીને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરપૂર થઈને એક સારા લીડર બનશે તેવી ખાતરી આપી હતી. આ વર્કશોપનું આયોજન અને સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો. યતીન વ્યાસ, ડો. દિપક સાંકી, ડો. ક્રિષ્ના રાજપૂત અને કું. રિઆ દેસાઈએ કર્યુ હતું. આમ મોટી સંખ્યામાં વિઘાર્થીઓ તાલીમમાં ભાગ લઈ વર્કશોપને સફળ બનાવતા કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે M.R. PAI ફાઉન્ડેશન ના મિત્રો તેમજ સ્ટાફના સભ્યોનો તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત સારા લીડર બનવા માટે આહવાન આપ્યુ હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating