ઓઈલ કંપનીમાં આગ, 5 કામદારોદાઝ્યા: વલસાડની સરીગામ GIDCમાં આવેલી કંપનીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી, બાજુની કંપની સુધી આગ પ્રસરી।
तौहीद खान की ये रिपोर्ट।
ઓઈલ કંપનીમાં આગ, 5 કામદારોદાઝ્યા: વલસાડની સરીગામ GIDCમાં આવેલી કંપનીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી, બાજુની કંપની સુધી આગ પ્રસરી।વલસાડ જિલ્લાની સરીગામ GIDC ખાતે ઓઈલ બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી છે. પ્રાથમિક વિગત મુજબ આગની ઘટનામાં પાંચ કામદારો દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગના પગલે ફાયરબ્રિગેડની ટુકડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે।વલસાડની સરીગામ જીઆઈડીસીમાં ઓઈલ બનાવતી ઓલકેમ કંપનીમાં આજે સાંજે સાત વાગ્યાના અરસામાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે બાજુમાં આવેલી કંપની સુધી પહોંચી હતી. ઘટનાના પગલે ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા છે. મળતી વિગત મુજબ કંપનીમાં કામ કરતા બે મહિલા કામદારો સહિત કુલ પાંચ કામદારો દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।
Average Rating