વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ।
વાપી :- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલસાયન્સીસ કોલેજ વાપી, ટી.વાય.બી.એસ.સી. ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં T.Y.B.Sc. Chemistry વિષયમાં થીયરીમાં સૌથી વધુ ગુણ ગુપ્તા અંજલીના 87.80 % તેમજ રાય મુસ્કાન ધર્મેદ્ર ના 87,00% પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે. તેમજ સિદ્દકી નસરા નાયર 82.60 % સાથે English વિષયમાં યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવીને કોલેજનું નામ રોશન કર્યુ છે. આમ, સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે પ્રથમ સ્થાને રહેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું।
Average Rating