વાપી ડેપોના ડ્રાઇવર કંડકટર દ્વારા ફરી એક વખત પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે।

Views: 355
1 0

Read Time:1 Minute, 17 Second

આજરોજ ઉમરગામ થી વાપી આવતી બસ જેમાં ડ્રાઇવર તરીકે મકવાણા અમરસિંહભાઈ તેમજ મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતા અમિતાબેન ખેર બેઝ ન 1241જેવો વાપી આવતા બસ વર્કશોપ માં જતા પહેલા ચેક કરતા એક બિન વારશિ બેગ મળી આવેલ જેમાં કપડા. ચાર જેટલા બેંકના એટીએમ કાર્ડ .આધાર કાર્ડ .સેન્ટ ની બોટલો તેમજ 2500 રૂપિયા રોકડા બેગ ની અંદર હતા સદર બિન વાર્ષિક બેગને વાપી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખભાઈ .એમ.પટેલ ને જમા કરાવતા ધનસુખ પટેલે મુસાફરની શોધ કરતા બપોર સુધીમાં સદર મૂળ માલિક અશફાકભાઈ અરબ રહેવાસી સંજાણ .ઉમરગામ રોડ પર જેઓ ને બોલાવી તેમના પુરાવા રજૂ કરતા બેગ તેમને સુપ્રત કરેલ છે આમ વાપી ડેપોના ડ્રાઇવર કંડક્ટરો કાયમના માટે પ્રમાણિકતાનું એક મીશાલ બનેલ છે જેનો ઉત્તમ ઉદાહરણ તમે આ બેગ સૂપ્રત કરતા અશફાકભાઈ આરબ દ્વારા આભારની લાગણી પણ વ્યક્ત કરેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like