ખેલ મહાકુંભ 2024 2.0 અંડર 17 ફૂટબોલ ભાઈઓ ભાવનગર મુકામે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી।
ખેલ મહાકુંભ 2024 2.0 અંડર 17 ફૂટબોલ ભાઈઓ ભાવનગર મુકામે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી। જેમાં વલસાડ જિલ્લાની ક્વોલિફાઇડ થયેલી ટીમ અમદાવાદ એકેડેમી સાથે સેમિફાઇનલ હાર્યા બાદ થર્ડ પ્લેસ પર આવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે તે બદલ વલસાડ જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળ એ ખુશીની લાગણી વ્યક્ત કરી છે આ ટીમને ના કોચ તરીકે અનિલ શ્રી રાઠોર તેમજ મેનેજર તરીકે જે એન સી હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી રાજેશભાઈ કેણી એ પોતાની સેવા બજાવી હતી આ ટીમમાં અતુલ વિદ્યાલયના 5 ખેલાડીઓ તેમજ જે .એન.સી હાઈસ્કૂલ મરોલીના ચાર વિદ્યાર્થી તેમજ બીએપીએસ વલસાડ હાઈસ્કૂલના 4 વિદ્યાર્થી 1 વિદ્યાર્થી શેઠ આરજે હાઈસ્કૂલ સનરાઈઝ હાઈસ્કૂલમાં 1 વિદ્યાર્થી થઈ આખા વલસાડની ટીમ રાજ્યની સ્પર્ધામાં ભાવનગર મુકામે ગઈ હતી તે બદલ સૌ વલસાડ જિલ્લાની શાળાના આચાર્યશ્રીઓ તેમજ પ્રમુખશ્રીઓએ આ ટીમને શુભકામના પાઠવી છે।
Average Rating