કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં “ભારતના પૂનરૂત્થાનમાં યુવાઓની ભૂમિકા” પર સેમીનાર યોજાયો।

Views: 295
1 0

Read Time:2 Minute, 47 Second

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં “ભારતના પૂનરૂત્થાનમાં યુવાઓની ભૂમિકા” પર સેમીનાર યોજાયો।અત્રે ચણોદ સ્થિત KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં ભારતીય વિચાર મંચ, વાપી અને સદર કોલેજના N.S.S. યુનિટના સંયુક્ત ઉપક્રમે “ ભારતના પૂનરૂત્થાનમાં યુવાઓની ભૂમિકા” વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. સદાનંદ ડી. સપ્રે (અખિલ ભારતીય પ્રજ્ઞના પ્રવાહના પૂર્વ અધ્યક્ષ, કેન્દ્રીય સમિતિના વરિષ્ઠ સભ્ય) હાજર રહ્યા હતા. ડો. સદાનંદ સાહેબે તેમના વક્તવ્યમાં ભારતનો ઈતિહાસ રજુ કરીને ભારતની સ્વતંત્રતાના ચળવળમાં યુવાઓ જે ભૂમિકાઓ ભજવી હતી અને યુવાન વર્ષ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ શહીદ થયા હતા તે જણાવતા આજના યુવાનો પણ સ્વ-વિકાસની સાથે પોતાનું કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પૂન : નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવવી શકે તે માટે હાજર રહેલ તમામ યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સેમીનારમાં ૩૦૦ થી વધારે યુવાઓ તેમજ કોલેજના આચાર્ય, કેમ્પસ ડાયરેકટર ડો. સી. કે. પટેલ, તથા વાપીના વરિષ્ઠ મહાનુભવો જેમાં શ્રીઅનિલ ગોયલ, શ્રી વિનોદભાઈ, શ્રી મેહુલભાઈ પટેલ, ડો. જયંતી દામા, શ્રી તેજષ જોશી, શ્રી નીતિન જહાતર, શ્રી મહેશ ત્રિવેદી, શ્રી સુરેશ યાદવ તેમજ સ્ટાફગણ હાજર રહી સેમીનારને સફળ બનાવ્યો હતો. સમગ્ર સેમીનારનું આયોજન તથા સંચાલન N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ દેસાઈએ કર્યુ હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કૉલેજનાં આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ એ મુખ્ય વક્તા શ્રી ડો. સદાનંદ ડી. સપ્રે સાહેબનો તથા N.S.S. યુનિટના પ્રોગ્રામ ઓફિસરનો તેમજ N.S.S. યુનિટના સ્વયંમ સેવકોનો આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓ ને ભારતના પૂનુરૂત્થાનના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like