દમણના હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની ગુજરાત રણજી ટ્રોફી માટે અને સરલ પ્રજાપતિને સ્ટેન્ડ-બાય તરીકે પસંદગી।

દમણના હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની ગુજરાત રણજી ટ્રોફી માટે અને સરલ પ્રજાપતિને સ્ટેન્ડ-બાય તરીકે પસંદગી।
Views: 341
2 0

Read Time:2 Minute, 6 Second

દમણના હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની ગુજરાત રણજી ટ્રોફી માટે અને સરલ પ્રજાપતિને સ્ટેન્ડ-બાય તરીકે પસંદગી।દાદરા નગર હવેલી, દમણ અને દીવ માટે ગર્વની વાત.(ક્રિકેટ કોચ ભાગુ પટેલ)BCCI દ્વારા આયોજિત 2025-26 ઓલ ઈન્ડિયા આંતર રાજ્ય ચાર દિવસીય રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ 15 ઓક્ટોબર, 2025 ના રોજથી શરૂ થઈ રહી છે, જેમાં દમણના હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત તેની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આસામ સામે રમશે, જેનું ટેલિવિઝન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. હેમાંગ અને ઉમંગની પસંદગી પર ટિપ્પણી કરતા, તેમના કોચ ભાગુ પટેલે કહ્યું કે દાદરા નગર હવેલી, દમણ અને દીવ માટે ગર્વની વાત છે કે આટલા નાના સંઘ પ્રદેશથી બે-બે ખેલાડીઓ ગુજરાત ટીમમાં રમશે. ક્રિકેટ કોચ ભાગુ પટેલે વધુમાં જણાવ્યું કે તેમણે તેમના બંને તાલીમાર્થીઓને ક્રિકેટની ગૂંચવણો નજીકથી શીખવી છે. હેમાંગ અને ઉમંગ બન્ને ઓલરાઉન્ડર છે જેમણે BCCI ના બધાજ ફોર્મેટ રમ્યા છે અને ગુજરાત ટીમના ભરોશામંદ ખેલાડીઓ છે. તેઓ મેચમાં પોતાનું 100% પ્રદર્શન આપીને ગુજરાત ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરશે જેનો મને પૂરો વિશ્વાસ છે. હેમાંગ અને ઉમંગની પસંદગીથી તેમના પરિવારો, તેમના પ્રિયજનો અને સમગ્ર દમણમાં ખુશીની લહર દોડી ગઈ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like