કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપી ખાતે ” વન હેલ્થ એન્ડ એન્ટિમાઈક્રોબીયલ રેઝિસ્ટન્સ” પર એક દિવસીય સિમ્પોસિયમ યોજાયું।
કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપી ખાતે ” વન હેલ્થ એન્ડ એન્ટિમાઈક્રોબીયલ રેઝિસ્ટન્સ” પર એક દિવસીય સિમ્પોસિયમ યોજાયું।ચણોદ સ્તીથ કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપી દ્વારા કૉલેજના વિદ્યાર્થીઓમાં તર્કસંગત સમજ ઉત્પન્ન થાય એ માટે 9 ઓગસ્ટ, 2024ના રોજ “વન હેલ્થ એન્ડ એન્ટીમાઈકોબીયલ રેઝિસ્ટન્સ” વિષય પર એક દિવસીય સિમ્પોસિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 થી વધુ પ્રતિભાગીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેમાં અનું- સ્નાતક વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર અને ફેકલ્ટી સભ્યો નો સમાવેશ થાય છે. આ સિમ્પોઝિયમમાં મુખ્ય વક્તાઓ 1. ડો.રાજેશ પટેલ 2. ડો. પ્રવિણ દુધાગરા ૩. ડૉ.આશકા વાંસિયા હતા જેમણે તેમના વક્તવ્ય દરમિયાન એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકારના વિષય પર જ્ઞાન વર્ધક મુદ્દાઓ રજૂ કર્યા હતા.વ્યકતવ્ય ઉપરાંત, એક AMR ક્વિઝનું આયોજન સહભાગીઓ માટે કરવામાં આવ્યું હતું જેથી સિમ્પોઝિયમને એક ઇન્ટરેક્ટિવ અને આકર્ષક અંત પૂરો પડ્યો હતો.આ ક્વિઝમાં કોલેજની વિદ્યાર્થીની દીપાંશી શર્માએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે તમામ વક્તાઓને તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવામાં આયોજક સમિતિ તરીકે પ્રયાસો બદલ કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ માઈક્રોબાયોલોજી વિભાગના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો।
Average Rating