આજ રોજ ધરમપુર નગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન ૨.૦ અને નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત વોર્ડ ૨ માં આવેલ ધરમપુર નગરપાલિકા દ્વારા સંચાલિત શાળામાં મારું ધરમપુર સ્વચ્છ ધરમપુર માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો।

Views: 233
1 0

Read Time:1 Minute, 12 Second

આજ રોજ ધરમપુર નગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન ૨.૦ અને નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત વોર્ડ ૨ માં આવેલ ધરમપુર નગરપાલિકા દ્વારા સંચાલિત શાળામાં મારું ધરમપુર સ્વચ્છ ધરમપુર માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો। જેમાં ધરમપુર નગરપાલિકાનાં ચીફ ઓફિસરશ્રી ડૉ.વિજય ઈટાલીયા નાં માર્ગદર્શન હેઠળ ધરમપુર નગરપાલિકાનાં સેનેટરી ઇન્સ્પેકટર શ્રી વિપુલભાઈ ચૌધરી, SHG ગ્રુપની બહેનો, સિટી મેનેજર SWM અને IT તથા શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહી તેમના દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતા નું મહત્વ સમજાવી તેમજ ભીનો અને સૂકો કચરા ને અલગ કરવો એ બાબતની શપથ લેવડાવામાં આવી. શાળામાં બાળકોને કચરાના વિવિધ પ્રકારો જેવા કે સૂકો કચરો ભીનો કચરો, જોખમી કચરો, સૅનિટરી તથા બાયોવેસ્ટ નું વર્ગીકરણ કઈ રીતે કરવું તે બાબતે જરૂરી સમજણ આપવામાં આવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like