વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા।
લાયન્સ સ્કુલ સેલવાસ દ્વારા ઈન્ટર સ્કુલ સ્પીકફિસ્ટ-2024 અંતર્ગત વિવિધ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગિતા વિવિધ ચાર વિભાગમાં યોજાઈ જેમાં ચારે વિભાગમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી સિદ્ધિ હાંસલ કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. જેમાં ગૃપ -1માં કાવ્ય પઠન પ્રતિયોગિતા માં ધોરણ પાંચ ની વિદ્યાર્થીની ઉમૈકા ભારદ્વાજે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું જયારે ગૃપ-2 માં વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ સાતની વિદ્યાર્થીની સુમિતા શેખાવતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગૃપ-3માં ધોરણ દસ ની વિદ્યાર્થીની કૃપા ઠકકરે વકતૃત્વ સ્પર્ધામાં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કર્યું જયારે ગૃપ-4માં ડિબેટ (પક્ષ) માં ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની પૂનમ કારાલે દ્વિતીય સ્થાન તેમજ ડિબેટ (વિપક્ષ) માટે ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની અંશિકા મિશ્રા એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. જયારે આશાધામ સ્કુલ વાપી દ્વારા કયુરિઓસીટી કવોસન્ટ-2024 ક્વિઝ કોમ્પિટિશન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ સાતનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી અને ધોરણ પાંચ નો વિદ્યાર્થી હેરામ્બ શર્મા અે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને અેમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating