વર્ષ 2025-26 માટેના એ.ટી.વી.ટી આયોજનની બેઠક”
કપરાડા તાલુકા પંચાયત કચેરીએ વર્ષ 2025-26 માટેના એ.ટી.વી.ટી આયોજનની બેઠકમાં હાજરી આપી જુદા જુદા વિકાસકાર્યના પ્રકલ્પો અંગે ચર્ચા કરી. જેમાં ગ્રામીણ વિકાસ, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્ય અને પ્રાથમિક સંકટ વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપી યોગ્ય સૂચન કર્યું.આ બેઠકમાં જુદી જુદી યોજનાની પ્રાથમિકતા અનુસાર યોગ્ય યોજનાની પસંદગી કરી તેને જનસુખાકરી માટે મૂકવા ચર્ચા-વિચારણા કરી. વિકાસકાર્યોની અમલવારીમાં સહિયારા પ્રયાસથી જનહિતના પ્રોજેક્ટ પૂરા થાય એ માટે નાગરિકોના સાથ-સહકારની અપીલ કરી।
Average Rating