વાહન ચેકીંગ દરમ્યાન બસમાં ખોટી નંબર પ્લેટ લગાડેલ ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G.

Views: 270
1 0

Read Time:2 Minute, 36 Second

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર જીલ્લામાં તા.૧૩/૦૮/૨૦૨૪ના રોજ વાહન ચેકીંગ અંગેની ડ્રાઇવ આયોજન કરેલ જે ડ્રાઇવમાં જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતીજેના અનુસંધાને એસ.ઓ.જી.ના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી દ્વારા ભાવનગર શહેર વિસ્તારના નવાપરા ગરાસિયા બોર્ડીંગ કબ્રસ્તાન રોડ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ મહિપાલસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે લીલા કલરના પટ્ટાવાળી બસ જેના રજી નંબર GJ-17-UU- 0638 નંબરની મળી આવેલ તે બસના રજી.નંબર ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ઉપરોકત રજી.નંબર અન્ય બસના તેમજ બસના માલિક બરકતતુલાખાન બિસમિલાખાન પઠાણ રહે ૨૩૨૨ નવરચના સોસાયટીની પાછળ પરીખ ભુવન નગીના મસ્જીદની પાસે આણંદ તથા ચેસીસ નં LXE670587 તથા એન્જિન નં.LXH572749 ના હોવાનું જણાયેલ આમ મજકુરે પોતાના કબ્જાની બસમા અન્ય બસ ની નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મળી આવતા તેના વિરૂધ્ધ બી.એન.એસ કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૩૩૬(૩),૩૪૦(૨) તળે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આરોપી:- દિપેશભાઇ ભુપતભાઇ રાઠોડ ઉ.વ ૨૬ ધંધો ડ્રાઇવિંગ રહે પ્લોટ નં-૧૫૩/ઇ, શેરી નં-૦૨, ખેડુતવાસ ૫૦વારિયા ભાવનગરકામગીરી કરનાર પોલીસ સ્ટાફ- એસ ના.જી.ઓ.i/c પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.યુ.સુનેસરા તથા એ.એસ.આઇ મહાવીરસિંહ ગોહિલ, મિતેષભાઇ જોષી, ગુલમંહમદભાઇ કોઠારીયા, હેડ કોન્સ. વિજયસિંહ ગોહિલ, રાઘવેન્દ્રસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ગોહિલ,યોગીનભાઈ ધાંધલ્યા તથા પો.કોન્સ.મહિપાલસિંહ ગોહિલ, મિનાજભાઈ ગોરી જોડાયા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like