પશ્ચિમ રેલવેએ ગાંધીનગર 2024માં આઈપીડબ્લ્યુઇ ના બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કર્યું।
ઈન્સ્ટિટ્યુશન ઓફ પરમેનન્ટ વે એન્જિનિયર્સ (આઈપીડબ્લ્યુઇ) 2024 ના આંતરરાષ્ટ્રીય સેમિનારનો બીજો અને અંતિમ દિવસ ગુજરાત ના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર સ્થિત કન્વેન્શન સેન્ટરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ દિવસે, કાર્યક્રમના મુખ્ય અતિથિ, રેલવે બોર્ડ ના સભ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર શ્રી અનિલ કુમાર ખંડેલવાલે તકનીકી સત્રોમાં ભાગ લીધો હતો જેમાં રેલવે એન્જિનિયરિંગના સૌથી સુસંગત વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.ચર્ચાના વિષયો ઝડપી બાંધકામ પદ્ધતિઓના અમલીકરણથી લઈને સેક્શનલ ગતિને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવા માટે વક્રને ફરીથી ગોઠવવા સુધીના હતા. શ્રી ખંડેલવાલે રેલવે ના યુવા અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને પોતાનામાં દ્રઢ વિશ્વાસ રાખવા અને વ્યાપક ટેકનિકલ અને વ્યવસ્થાપક કૌશલ્યની જરૂર હોય તેવા તમામ પડકારોનો ઉકેલ લાવવા માટે તૈયાર રહેવાની પ્રેરણા આપી. તેમણે તમામ અધિકારીઓ સાથે ઓપન સેશન પણ યોજ્યું હતું, જેમાં વિવિધ નીતિ વિષયક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને અનેક સંબંધિત મુદ્દાઓ માટે ભાવિ માર્ગ નકશા પર ચર્ચા કરવામાં આવી હતી.સેમિનારમાં આઈપીડબ્લ્યુઇ ના અધ્યક્ષ તથા રેલવે બોર્ડ ના અતિરિક્ત સભ્યો (સિવિલ એન્જિનિયરિંગ) શ્રી બ્રિજેશ ગુપ્તા, આઈઆરઆઈસીઈએન પુણે ના મહાનિર્દેશક શ્રી એસ.કે. ઝા, રેલવે બોર્ડ ના ઉપપ્રમુખ અને મુખ્ય કાર્યકારી નિયામક (બ્રિજ) શ્રી રવિન્દ્ર ગોયલ, ઉત્તર રેલવે ના મહાસચિવ અને પ્રમુખ મુખ્ય એન્જિનિયર શ્રી બી.પી. સિંહ, અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા તથા દેશભરના વિવિધ રેલવે ના વરિષ્ઠ રેલવે એન્જિનિયરો સહીત આ સંસ્થાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેમિનાર આઈપીડબ્લ્યુઇ ની 30મી આવૃત્તિ હતી જેનું પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ સ્તરે વિચારોના આદાન-પ્રદાન અને જ્ઞાન તેમજ અનુભવોના આદાનપ્રદાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. બ્રિજ એન્જિનિયરિંગ અને રેલ ટ્રેક એન્જિનિયરિંગ સહિતના પ્રોજેક્ટ પ્લાનિંગમાં વિચારોને નક્કર આકાર આપવામાં આ ઇવેન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સેમિનારમાં રેલ્વે એન્જીનીયરોને પોતપોતાના ક્ષેત્રોમાં આવતી તમામ સંબંધિત સમસ્યાઓ અને પડકારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી।
Average Rating