ગુરુ હરક્રિસન ફિઝિઓથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન – સેવામાં એક નવું પગલું।
વાપી, તારીખ 8 સપ્ટેમ્બર: વાપી પંજાબી ચેરિટેબલ ફાઉન્ડેશન અને સુખમ ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સહયોગથી ગુરુ હરક્રિસન ફિઝિઓથેરાપી સેન્ટરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો છે. આ ફિઝિઓથેરાપી સેન્ટર ત્રીજો માળ, પંજાબ ભવન, સિલવાસા રોડ, ચનોદ કોલોની, ગુરુદ્વારા, વાપી ખાતે શરૂ કરેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખૂબ જ ઓછા દરે દર્દીઓને થેરાપી અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે.આ કેન્દ્રમાં દરેક સારવાર માત્ર રૂ. 70 ના વિતરિત દરે ઉપલબ્ધ રહેશે, જેની મદદથી ચણોદ કોલોની, હરીયા પાર્ક વગેરે વિસ્તારનાં દર્દીઓને ઉત્તમ આરોગ્યલાભ મળશે.ઉદ્ઘાટન સમારંભમાં વાપી પંજાબી ચેરીટેબલ Fondation ટ્રસ્ટના ચેરમેન આદરણીય શ્રી સરના સાહેબ, વાપી પંજાબી ચેરીટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મોહિત રાજાની સાહેબ, તથા પ્રેસિડેન્ટ શ્રી કિરણજીત ધામી સાહેબ તથા પંજાબી સમાજ અને ભાનુશાલી સમાજનાં અનેક અગ્રણીઓ સાથે શ્રી સુંદરજીભાઇ એ પણ હાજરી આપી હતી.સાથે સાથે ડોનેશનમાં પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો.. સુખામ ચેરીટેબલ અને વેલ્ફેર ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી ઓમ ભટાર , શ્રી અમિત ભટ્ટ દ્વારા શ્રી અંબે માતા મંદિર, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી ગુંજનમાં રાહત દરે ફિજીઓથેરાપી સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. હવે વાપી પંજાબી ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી ચણોદ કોલોની અને હરીયા પાર્ક નજીક વર્લ્ડ ફિજીઓથેરાપી ડે નાં દિવસે ગુરુદ્વારામાં ગુરુ હરકિસન ફિજીઓથેરાપી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. દરેકને આ સુવિધાનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરેલ છે. પ્રોગ્રામનું સંચાલન ટ્રસ્ટી શ્રી ચરણકવલસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આ પ્રોજેક્ટ માટે શ્રી જીગ્નેશ ભટ્ટ અને પ્રિન્સ મારવાહ એ એમની સેવા આપી હતી।
Average Rating