વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીએ મેળવેલ સિદ્ધિ ।
વાપીની નામાંકિત શાળા જે વર્ષો થી માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ ઈતર પ્રવૃત્તિઓ માં પણ આગળ છે એવી શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીએ મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આયોજિત 21મા આંતર સ્કુલ રંગોળી પ્રતિયોગિતા માં ભાગ લીધો હતો આ પ્રતિયોગિતા માં વાપી ના 36 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા નો ધોરણ આઠનો વિદ્યાર્થી રોહન ભારદ્વાજ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થી અને એમની માર્ગદર્શક શિક્ષકો શ્રી મિતુલ પટેલ અને શ્રી રંગેશ કંસારા ને અભિનંદન પાઠવ્યા।
Average Rating