વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી।

Views: 204
0 0

Read Time:2 Minute, 10 Second

પ્રજાસત્તાક દિન નિમિત્તે વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે ડો. અનંત અગ્રવાલ (એમ ડી મેડિસિન મિલેનિયમ ક્લિનિક) સાથે આદરણીય મહેમાન ડો. કવિતા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના ટ્રસ્ટી શ્રીમતી અલ્કાબેન મારૂ તેમજ ભારતીબેન સુમેરિયા તેમજ એસ એમ સી ચેરમેન શ્રી ઉજ્જવલ શુકલા, એસ એમ સી મેમ્બર શ્રી રાજેન્દર પાલ સીંગ મારવાહ અને મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી મનપ્રિતકૌર મારવાહ તેમનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહયા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે અતિથી વિશેષ ડો. અનંત અગ્રવાલ અને ડો. કવિતા અગ્રવાલ ને શાળા ના હાઉસ કેપ્ટન દ્વારા દોરી લાવ્યા બાદ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો. ડો.અનંત અગ્રવાલ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા આમંત્રિત મહાનુભાવો નુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પધારેલ મહાનુભાવો ના વરદ હસ્તે વિવિધ પ્રતિયોગિતા માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક તેમજ પ્રમાણપત્ર અેનાયત કરવામાં આવ્યું. પધારેલ અતિથી વિશેષ ડો.અનંત અગ્રવાલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. અંતે શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like